investment

Best Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની આ છે બેસ્ટ સ્કીમ, જાણો લાભ લેવા માટેની વિગત

Best Post Office Schemes:પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત મહિલાઓ માટે સ્પેશિયલ સ્કીમ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ તે સરકારી યોજનાઓમાં સામેલ છે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 19 એપ્રિલ: Best Post Office Schemes: પોસ્ટમાં ખાતુ ખોલાવીને દરેક લોકો નાની મોટી બચત કરી શકે છે. જો મહિલાઓની વાત કરવામાં આવે તો ખાસ તેમના માટે ઘણી Best Post Office Schemes છે અને તેમાંથી એક ખાસ છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, જેમાં ઓછા સમયમાં જ રોકાણ પર વધારે વ્યાજ ઓફર કરવામાં આવે છે. આવો જાણીએ તેમાં રોકાણ કરવાની રીત અને ફાયદાઓ વિશે.

સરકાર આપી રહી છે 7.5%નું વ્યાજ
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત મહિલાઓ માટે સ્પેશિયલ સ્કીમ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ તે સરકારી યોજનાઓમાં સામેલ છે જેમાં શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

તેમાં ઓછા સમય માટે ઈન્વેસ્ટ કરીને પણ મહિલાઓ સારૂ રિટર્ન મેળવી શકે છે. વ્યાજની વાત કરવામાં આવે તો આ સરકારી સ્કીમમાં રોકાણ પર સરકાર દ્વારા 7.5 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:- How to Avoid Heatwave: ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો..

બે વર્ષ માટે લગાવવા પડશે પૈસા
આ સ્કીમ વિશે ડિટેલમાં જણાવીએ તો આ એક સ્મોલ સ્કીમ છે જેમાં રોકાણકાર મહિલાઓને ફક્ત બે વર્ષ માટે ઈન્વેસ્ટ કરવું પડે ચે અને તેમાં રોકાણની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2023માં સ્ટાર્ટ કર્યું હતું અને પોતાના બેનેફિટ્સના કારણે આ ઓછા સમયમાં જ પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય યોજનાઓમાંથી એક બની ચુકી છે.

આ રીતે મળશે 2 લાખ પર 30000નો ફાયદો
Mahila Samman Saving Certificate સ્કીમમાં મળતા વ્યાજનું કેલક્યુલેશન જોઈએ તો આ યોજના હેઠળ બે વર્ષના રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે અને તેમાં જો કોઈ મહિલા રોકાણકાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો પછી પહેલા વર્ષમાં તેને મળતા વ્યાજની રકમ 15,000 રૂપિયા અને તેના બીજા વર્ષે કુલ રકમ પર નક્કી ઈન્ટરેસ્ટ રેટના ટકાથી મળતું વ્યાજ 16,125 રૂપિયા બની જાય છે. એટલે કે બે વર્ષના સમયમાં ફક્ત 2 લાખ રૂપિયાના રોકાણ પર કુલ રિટર્ન 31,125 રૂપિયા થઈ જાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો