Banner Bhadresh sarvaiya

MSP: મેક્સિમમ સપોર્ટ ટુ પાર્ટી એટલે એમ.એસ.પી.

whatsapp banner

MSP: અદભૂત સ્થિતી જોવા મળી રહી છે આ વખતની લોકસભા ચૂંટણી 2024 સમયે. એક સમય હતો જ્યારે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી સમયે તે સમયે ભાજપ દ્વારા જોરશોરથી દેશભરમાં ભ્રષ્ટાચારનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપ દ્વારા મોંઘવારી પર તે સમયની કોંગ્રેસ સરકાર પર જબરદસ્ત આક્ષેપનો મારો ચલાવાયો હતો. વાસ્તવમાં કોંગ્રેસ સરકાર દ્વારા એમએસપી લાગુ કરવા માટે ખેડૂતોને વાયદો કરાયો હતો. કહેવાય છે કે વર્ષ 2005-6 ના સમયગાળા દરમિયાન કોંગ્રેસ દ્વારા સ્વામીનાથન કમિશન લાવવામાં આવ્યુ હતુ. ત્યારે ખેડુતો માટે લાગુ કરવાનું પણ કહેવાયુ હતુ.

આજે જે એમએસપી(MSP) મુદ્દે ખેડુતો ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યા છે તે જ મુદ્દો ભાજપે 2014 ની ચૂંટણી સમયે રાજકીય મુદ્દો બનાવ્યો હતો ત્યારે પણ જોર શોરથી કહેવાયુ હતુ. કે સત્તામાં આવ્યા બાદ સ્વામીનાથન કમિશન લાગુ કરવામાં આવશે. આખરે ભ્રષ્ટાચાર સહિત એમએસપી મુદ્દાએ તે મસયની કોંગ્રેસ સરકારને ઘણુ નુકશાન પહોચાડ્યું હતુ. અને હવે આ મુદ્દા પર ભાજપની પણ એજ સ્થિતી જોવા મળી રહી છે. તેવામાં વિપરીત સ્થિતીની દ્રષ્ટિએ હેવા ભાજપનો વિરોધ છે.

આ પણ વાંચો:- How to Avoid Heatwave: ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો..

શુ એમએસપી (MSP) ભાજપને પણ નુકસાન કરાવશે તે તો પરીણામ બતાવશે. પરંતુ હવે કોંગ્રેસે આ વખતના ઢંઢેરામાં એમએસપી પર ધ્યાન આપ્યુ છે. હવે કોગ્રેસ એમએસપી આપવાની વાતો કરે છે. ત્યારે સ્વાલ થાય કો તે સમયે કોંગ્રેસ કેમ એમએસપી અપવી શકી ના હતી. તો હવે વર્તમાન સમયમાં કેવી રીતે કોંગ્રેસ એમએસપી અપાવવાની વાતો કરે છે. શુ ગણિત છે. કે પછી ગણિતમાં દાખલો ભલે ખોટો પડે તો પણ સત્તામાં આવવાનું સૂત્ર બનાવી રહી છે. બીજી બાજુ સવાલ પણ ત્યાનો ત્યા છે કે ભાજપ પણ કેમ સ્વામિનાથન કમિશન લાગુ કરી શકી નથી. એક તરફ ભાજપના નેતાઓ ડિબેટસમા જઇ જણાવે છે કે સ્વામિનાથન કમિશનની ભલામણો લાગ કરવી ઘણી કપરી છે. કેમ કે કમિશન મુજબ સી 2 ફોર્મુલા લાગુ કરવામાં આવે તો સરકાર પણ કરોડોનું ભારણ પડે છે ભલે વગર કામના નામ પર કરોડો ખર્ચાય જાય.

તો શુ 2014 પહેલા ભાજપને ખબર ન હતી કે સી 2 લાગુ કરવાથી કરોડોનુ ભારણ થશે અને સત્તામાં આવ્યા બાદ લાગુ નહી કરી શકાય તો એ પણ માત્ર ચૂંટણીજીત માટેનો વાયદો જ…. તો શુ આ ભારણને કારણે કોગ્રેસે કમિશન લાગુ ન કરાવ્યુ હતુ. આ વખતે ફરી 2024 માં એમએસપી ચૂંટણી જીતનો મુદ્દો બની રહ્યો છે. તેવામા સવાલ થાય કે આ વખતે ભલે ખેડૂતો ભાજપ સરકારનો એમએસપી પર વિરોધ કરી રહ્યા છે. પણ આખરે આ મુદ્દે ખેડૂતોના વિરોદ દરમિયાન એવી પણ વાતો સામે આવી રહી છે. કે ખેડૂતો જે કોઇ એમએસપી (MSP) આપશે તેને સમર્થન આપીશે તેવામાં એવુ માનવુ કે આમ તો એમએસપી એટલે અર્થ થાય કે મીનીમમ સપોર્ટ પ્રાઇસ . પરતુ ખેડૂતોના સમર્થનની વાતો પરથી તો એવુ જ કહેવાય કે એમએસપી મતલબ મેક્સિમમ સપોર્ટ ટૂ પાર્ટી.
જોવુ રહયું કે દેશભરના ખેડૂતોનો મેક્સિમમ સપોર્ટે કોને મળે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *