Drugs Seized

Drugs Seized: દેવભૂમિ દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડ ડ્રગ્સ, દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવાનું કાવતરુ- વાંચો વિગત

Drugs Seized: મુન્દ્રામાં કરોડોનાં ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો

દ્વારકા, 11 નવેમ્બરઃ Drugs Seized: અત્યારનાં સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે તેમ દરરોજ ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાઇ રહ્યાં છે. ત્યારે વધુ એક વખત દેવોની નગરી ગણાતા દ્વારકામાં પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ આરાધનાધામ પાસે કારમાંથી મળી આવ્યું છે. પકડાયેલાં ડ્રગ્સની અંદાજીત કિંમત રુપિયા 350 કરોડ છે.

ગુજરાતનાં દરિયા માર્ગેથી ધુસાડતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઇ ચુક્યો છે. મુન્દ્રામાં કરોડોનાં ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઇ માર્ગેથી આવતું 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે અંદાજે 350 કરોડોની કિંમતનું ડ્રગ્સ છે.

આ પણ વાંચોઃ bus truck collision: બાડમેરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કર થતા 12નાં મોત, 32 ઘાયલ- PM મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલના પરિવારને 50 હજાર કરશે સહાય

સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમા 16 કિલો હેરોઇન છે. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે. આ પેહલી વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં જ મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે. અને હવે દ્વારકાનાં દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj