bus truck collision

bus truck collision: બાડમેરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કર થતા 12નાં મોત, 32 ઘાયલ- PM મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલના પરિવારને 50 હજાર કરશે સહાય

bus truck collision: બાડમેર-જોધપુર નેશનલ હાઇવે પર ભાંડિયાવાસ ગામ પાસે સર્જાયેલા બસ અને ટ્રક વચ્ચે ટકકર થઇ હતી જેના કારણે બંને વાહનોમાં આગ લાગી ગઇ

જયપુર,11 નવેમ્બર: bus truck collision: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બુધવારે થયેલા માર્ગ અકસ્માતમાં ૧૨ લોકોનાં મોત થયા છે અને અન્ય ૩૨ લોકો ઘાયલ થયા છે. બાડમેર જિલ્લાના  સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દીપક ભાર્ગવના જણાવ્યા અનુસાર બાડમેર-જોધપુર નેશનલ હાઇવે પર ભાંડિયાવાસ ગામ પાસે સર્જાયેલા બસ અને ટ્રક વચ્ચે ટકકર થઇ હતી જેના કારણે બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી.જેના પગલે ૧૨ લોકોનાં મોત થયા હતાં અને ૩૨ લોકો ઘાયલ થયા હતાં. 

ભાર્ગવના જણાવ્યા અનુસાર દસ લોકોના મૃતદેહ ઘટના સ્થળેથી જ મળી અવ્યા હતાં. જ્યારે એક વ્યકિતનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા લોેકોને જોધપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Jalaram Jayanti: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222મી જન્મજયંતિ ! વાંચો તેમના જીવન વિશે

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે બાડમેરના જિલ્લા અધિકારી સાથે આ દુર્ઘટના અંગે ફોન પર વાત થઇ છે. જિલ્લા વહીવટી તંત્રને રાહત અને બચાવ કાર્યના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઘાયલનો શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. 

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. માદીએ વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારજનોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

Whatsapp Join Banner Guj