Instagram new feature

Instagram new feature: ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગ ‘ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન’ માટે ચૂકવાવ પડશે આટલા રુપિયા

Instagram new feature: ઇન્સ્ટાગ્રામ વિશેષ કન્ટેન્ટ રજૂ કરશે, જે ફક્ત ક્રિએટર્સના સબ્સક્રાઇબર્સને જ જોવા મળશે

નવી દિલ્હી, 11 નવેમ્બરઃ Instagram new feature: ઇન્સ્ટાગ્રામ હવે તેના પ્લેટફોર્મ પર સબ્સક્રિપ્શનની સુવિધા લાવવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ વિશેષ કન્ટેન્ટ રજૂ કરશે, જે ફક્ત ક્રિએટર્સના સબ્સક્રાઇબર્સને જ જોવા મળશે. મેટાના સ્વામિત્વવાળી ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram new feature)આગામી ફીચરનું બહોળા પરિક્ષણ માટે છે. ઇન્સ્ટાગ્રામના એપ સ્ટોર લિસ્ટિંગમાં હવે અમેરિકામાં ‘ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન’ નામનો એપ ખરીદી નવો વિકલ્પ આવ્યો છે. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગને પહેલી નવેમ્બરના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું.

ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં એક એવું ફીચર લૉંચ (Instagram new feature) કર્યું છે જેની તેના યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામે તેમના યૂઝર્સને સ્ટોરી સાથે લિંક એડ કરવાનો વિકલ્પ (Instagram users can share links on Stories) શરૂ કરી દીધો છે. એટલે કે હવે યૂઝર્સ ઇચ્છે તો પોતાની સ્ટોરી સાથે તે લીંક પણ એડ કરી શકે છે. આ પહેલા આ વિકલ્પ એવા જ યૂઝર્સને મળતો હતો જેઓ વેરિફાઇડ હોય અથવા જેમના 10 હજારથી વધારે ફોલોઅર્સ હોય. પ્રથમ વખત લિસ્ટિંગને સેન્સર ટાવર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શનની કિંમત આશરે $0.99 અને $4.99 વચ્ચે છે.

ઇન્સ્ટાગ્રામે હવે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે હવે સ્ટિકરના માધ્યમથી લિંક એડ કરવાનું ફીચર ઇન્સ્ટાગ્રામને તમામ યૂઝર્સને આપવામાં આવશે. હવે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે યૂઝરનું એકાઉન્ટ મોટું છે કે નાનું. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે આમ તો લિંક વાળું ફીચર તમામ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવી રહ્યુ છે, પરંતુ એ લોકોને આ ફીચરથી વંચિત રાખવામાં આવી શકે છે જેઓ વારેવારે ખોટી સૂચનાઓ અથવા કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ કરતા રહે છે.

આ પણ વાંચોઃ Drugs Seized: દેવભૂમિ દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડ ડ્રગ્સ, દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવાનું કાવતરુ- વાંચો વિગત

ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગ ‘ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન’ માટે 89 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે. ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીનું કહેવું છે કે આ પ્લેટફોર્મ ક્રિએટર્સ માટે એવા મૉડલને શોધી રહ્યું છે જે સબ્સક્રિપ્શન આધારિત હોય.

જોકે, ઇન્સ્ટાગ્રામ તરફથી આ અંગે કોઈ અધિકારિક જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ લિસ્ટિંગ એ વાતનો સંકેત આપે છે કે કંપની નવા ફીચર પર કામ કરી રહી છે. આ સબ્સક્રિપ્શનમાં યૂઝર્સને ફોટો શેરિંગ એપ પર કન્ટેન્ટ નિર્માતાઓને વિશેષ કન્ટેન્ટ વેચવાની પરવાનગી મળી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ આ યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં કેનેડા અને યુએસ જેવા દેશમાં iOS યૂઝર્સ માટે તેને પ્રથમ તબક્કામાં રજૂ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સબ્સક્રિપ્શન બેઝ્ડ સેવાઓ અંગે ટેસ્ટિંગ કરી રહ્યા છે. જ્યાં યૂઝર્સ પોતાના પસંદગીના ક્રિએટર્સના વિશેષ કન્ટેન્ટ માટે ચૂકવણી કરી શકે છે. ટ્વિટર તરફથી તાજેતરમાં ટ્વિટર બ્લૂ લૉંચ કરવામાં આવ્યું છે, જે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મની સબ્સક્રિપ્શન એડિશન છે.

ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે બિઝનેસ કરતા લોકોથી લઈને સામાન્ય લોકો સુધી તમામ આ લિંક સ્ટિકરનો લાભ લઈ શકે છે. આ માટે ‘સ્વાઇટ અપ’ વિકલ્પને બદલે આ ફીચર લાવવામાં આવ્યું છે.

કેવી રીતે ઉપયોગ કરી શકાશે?

જો તમે વિચારી રહ્યા છો કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે તો અમે તમને આ માટેની રીત જણાવી રહ્યા છીએ. આ ફીચરનો લાભ લેવા માટે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ ઓપન કરો અને સ્ટોરી ફીચર પર જઈને કોઈ સ્ટોરી ક્રિએટ કરો. ઉપન નેવિગેશન ખાતે તમને સ્ટિકર ટૂલ જોવા મળશે, તેના પર ક્લિક કરો. અહીં આપવામાં આવેલા સ્ટિકરમાંથી લિંક સ્ટિકર વિકલ્પ પર ક્લિક કરો. અહીં એ URL ઉમેરો જેની જાણકારી તમે શેર કરવા માંગો છો. જે બાદમાં તેને તમારે સ્ટોરી પ્રમાણે પ્લેસ કરો અને શેર કરી દો.

એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ સ્ટિકરને કસ્ટમાઇઝ કરવા પર પણ કામ કરી રહ્યું છે, જેનાથી યૂઝર્સને એવી માહિતી મળી રહેશે કે સ્ટિકર પર ક્લિક કર્યાં બાદ તેમને શું જોવા મળશે.

આ પહેલા જૂનમાં ઇન્સ્ટાગ્રામ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે લિંક સ્ટિકર્સ ફીચર ફક્ત સ્ટોરિઝ માટે જ લૉંચ કરવામાં આવશે. પ્લેટફોર્મ તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે લિંક ફીચરને એપના અન્ય પાર્ટ સાથે કે પછી મુખ્ય ફીડમાં જોડવાનો તેમને કોઈ વિચાર નથી.

Whatsapp Join Banner Guj