voting machine

Fifth phase polling: આવતીકાલે પાંચમા તબક્કાના મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ; વાંચો વિગતે..

Fifth phase polling: લોકસભાની 49 બેઠકો, 8.95 કરોડ મતદારો, 94 હજારથી વધુ મતદાન મથકો, 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન

  • Fifth phase polling: ઓડિશામાં 35 વિધાનસભા બેઠકો માટે એક સાથે મતદાન
whatsapp banner

દિલ્હી, 19 મે: Fifth phase polling: ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે યોજાનારા લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે તૈયાર છે. 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો પર મતદાન થવાનું છે. ઓડિશા વિધાનસભાના 35 વિધાનસભા મત વિસ્તારો માટે પણ એક સાથે મતદાન થશે. મતદાન આરામદાયક અને સુરક્ષિત વાતાવરણમાં થાય તે માટે મતદારોને પૂરતા પ્રમાણમાં છાંયો, પીવાનું પાણી, રેમ્પ, શૌચાલય અને અન્ય પાયાની સુવિધાઓની સાથે મતદાન મથકો તૈયાર છે. સંબંધિત સીઇઓ/ડીઇઓ અને સરકારી તંત્રોને જ્યાં ગરમ હવામાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, ત્યાં વ્યવસ્થાપન કરવા પર્યાપ્ત પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. મતદાન પક્ષોને મશીનો અને મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે.

પંચે મતદારોને મતદાન મથકો પર વધુ સંખ્યામાં મતદાન કરવા અને જવાબદારી અને ગૌરવ સાથે મતદાન કરવા હાકલ કરી છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણી 2024માં લગભગ 66.95 ટકા વોટિંગ મતદાન મથકો પર થયું છે. હાલમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓના પ્રથમ ચાર તબક્કા દરમિયાન આશરે 451 મિલિયન લોકોએ મતદાન કર્યું છે.

પાંચમાં તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર મતદાન થવાનું છે જેમાં – બિહાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. આ તબક્કામાં મુંબઈ, થાણે, લખનઉ જેવાં શહેરોમાં મતદાન થવાનું છે, ભૂતકાળમાં શહેરી મતદાનમાં ઉદાસીનતાનો જોવા મળી હતી. કમિશન ખાસ કરીને આ શહેરવાસીઓને વધુ સંખ્યામાં બહાર આવીને આ આળ ભૂંસી નાખવાની હાકલ કરે છે.

આ પણ વાંચો:- Namo Pustak Parab: ‘નમો પુસ્તક પરબ’ ની 151મી પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી

હાલ ચાલી રહેલી ચૂંટણીઓ દરમિયાન મતદાતાઓને મત આપવાની અપીલ કરવા અને પ્રોત્સાહિત કરવા માટે ઇસીઆઈએ અનેક અગ્રણી વ્યક્તિઓ સાથે ભાગીદારી કરી છે. તેથી આશ્ચર્ય પામશો નહીં, ઉદાહરણ તરીકે જો તમને ક્રિકેટના દિગ્ગજ અને ઇસીઆઈના રાષ્ટ્રીય આઇકોન, સચિન તેંડુલકરનો ફોન આવે, અને તમને મતદાન કરવાની અપીલ કરે તો!

બાકીના 3 તબક્કાનું મતદાન 1 જૂન સુધી ચાલશે અને 4 જૂને મતગણતરી થવાની છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ ચાર તબક્કામાં 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 379 પીસી માટે મતદાન સરળ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.

પાંચમા તબક્કાની હકીકતો:

1.સામાન્ય ચૂંટણી 2024ના તબક્કા-5 માટે 20 મે, 2024ના રોજ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 49 સંસદીય ક્ષેત્રો (જનરલ-39; એસટી-03; એસસી-07) માટે મતદાન યોજાશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે (મતદાનનો સમય બંધ કરવાથી પીસીની દ્રષ્ટિએ અલગ હોઈ શકે છે).

2.ઓડિશામાં 35 વિધાનસભા મતવિસ્તારો (જનરલ-21; એસટી-08; એસસી-06;) ઓડિશા વિધાનસભાની બેઠકો માટે પણ મતદાન થશે.

3.આશરે 9.47 લાખ મતદાન અધિકારીઓ 94,732 મતદાન મથકો પર 8.95 કરોડથી વધુ મતદારોનું સ્વાગત કરશે

4.8.95 કરોડથી વધુ મતદારોમાં 4.69 કરોડ પુરુષ મતદારો સામેલ છે. 4.26 કરોડ મહિલા અને 5409 થર્ડ જેન્ડર મતદારો છે.

5.પાંચમા તબક્કા માટે 85થી વધુ વયના 7.81 લાખથી વધુ નોંધાયેલા મતદારો, 100 વર્ષથી વધુ વયના 24,792 મતદારો અને 7.03 લાખ પીડબલ્યુડી મતદારો છે, જેમને તેમના ઘરેથી આરામથી મતદાન કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. વૈકલ્પિક હોમ વોટિંગ સુવિધાને પહેલાથી જ જબરદસ્ત પ્રશંસા અને પ્રતિસાદ મળી રહ્યો છે.

6.17 વિશેષ ટ્રેન અને 508 હેલિકોપ્ટર ઉડાનો મતદાન અને સુરક્ષા કર્મચારીઓને લઈને રવાના કરવામાં આવ્યા હતા.

7.153 નિરીક્ષકો (55 સામાન્ય નિરીક્ષકો, 30 પોલીસ નિરીક્ષકો, 68 ખર્ચ નિરીક્ષકો) મતદાનના થોડા દિવસો પહેલા જ તેમના મતવિસ્તારમાં પહોંચી ગયા છે. તેઓ ખૂબ જ તકેદારી રાખવા માટે કમિશનની આંખો અને કાન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વિશેષ નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે.

8.મતદારોને કોઈપણ પ્રકારની લાલચને ચુસ્તપણે અને ઝડપથી પહોંચી વળવા માટે કુલ 2000 ફ્લાઇંગ સ્કવોડ, 2105 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 881 વીડિયો સર્વેલન્સ ટીમ અને 502 વીડિયો વ્યૂઇંગ ટીમ 24 કલાક સર્વેલન્સ રાખી રહી છે.

9.કુલ 216 આંતરરાષ્ટ્રીય સરહદ ચેકપોસ્ટ અને 565 આંતર-રાજ્ય સરહદ તપાસ ચોકીઓ દારૂ, ડ્રગ્સ, રોકડ અને નિઃશુલ્ક ચીજવસ્તુઓના કોઈપણ ગેરકાયદેસર પ્રવાહ પર કડક નજર રાખી રહી છે. સમુદ્ર અને હવાઈ માર્ગો પર કડક દેખરેખ રાખવામાં આવી છે.

10.વૃદ્ધો અને વિકલાંગો સહિત દરેક મતદાતા સરળતાથી મતદાન કરી શકે તે માટે પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળી જેવી લઘુતમ સુવિધાઓ ઉપલબ્ધ છે.

11.તમામ નોંધાયેલા મતદારોને મતદાર માહિતી સ્લિપનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સ્લિપ્સ સુવિધાના પગલા તરીકે અને કમિશન તરફથી આવવા અને મત આપવા માટેના આમંત્રણ તરીકે પણ સેવા આપે છે.

12.મતદારો આ લિંક https://electoralsearch.eci.gov.in/ દ્વારા તેમના મતદાન મથકની વિગતો અને મતદાનની તારીખ ચકાસી શકે છે.

13.પંચે મતદાન મથકો પર ઓળખની ચકાસણી માટે મતદાર ઓળખકાર્ડ (ઇપીઆઇસી) સિવાય અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. મતદાર યાદીમાં મતદારની નોંધણી થાય તો આમાંથી કોઈ પણ દસ્તાવેજ બતાવીને મતદાન કરી શકાય છે. વૈકલ્પિક ઓળખ દસ્તાવેજો માટે ઇસીઆઈના આદેશ સાથે લિંક કરોઃ

https://www.eci.gov.in/eci-backend/public/api/download?

buyer ads

14.17 મે, 2024ના રોજ પ્રેસ નોટ નંબર 89 દ્વારા પાંચમા તબક્કા માટે સંસદીય મતવિસ્તાર વાઇઝ મતદાતાઓની જાણકારી જાહેર કરવામાં આવી હતી.

15.લોકસભા સામાન્ય ચૂંટણી 2019માં મતદાનની માહિતી નીચેની લિંક પર ઉપલબ્ધ છેઃ https://old.eci.gov.in/files/file/13579-13-pc-wise-voters-turn-out/

16.મતદાર મતદાનની એપ્લિકેશન દરેક તબક્કા માટે એકંદર અંદાજિત મતદાનનું લાઈવ પ્રદર્શન કરે છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, તબક્કાવાર/રાજ્યવાર/એસી વાઈઝ/પીસી વાઈઝ અંદાજે મતદાનના ડેટા મતદાનના દિવસે સાંજે 7 વાગ્યા સુધી બે કલાકના ધોરણે મતદાર મતદાન એપ્લિકેશન પર લાઈવ રહે છે, જે પછી મતદાન પક્ષોના આગમન પર તેને સતત અપડેટ કરવામાં આવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો