First Phase Voting:કેવી રીતે થશે 400 પાર? પ્રથમ તબક્કામાં માત્ર 63 ટકા મતદાન થયું
First Phase Voting:આ વખતે યુપીમાં સાત ટકા, બિહાર અને મધ્યપ્રદેશમાં છ ટકા અને પશ્ચિમ બંગાળમાં પણ ચાર ટકા ઓછું મતદાન જોવા મળ્યું
નવી દિલ્હી, 22 એપ્રિલઃ First Phase Voting: લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. તેમજ ભાજપ વિશે એવું અનુમાન પણ લગાવવામાં આવે છે કે આ વખતે 370ને પાર થઇ જશે. આમ તો આ ટાર્ગેટ ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે, પરંતુ જો પ્રથમ તબક્કાના મતદાન બાદની સ્થિતિ જોઈએ તો ભાજપને પણ નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો:- Mukesh Dalal win: લોકસભામાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ જાહેર- વાંચો વિગત
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન માત્ર 63 ટકા મતદાન જ થયું છે. જેમાં આ વખતે યુપીમાં સાત ટકા, બિહાર અને મધ્યપ્રદેશમાં છ ટકા અને પશ્ચિમ બંગાળમાં પણ ચાર ટકા ઓછું મતદાન જોવા મળ્યું છે. હવે આ ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુકસાન થાય એ એક અલગ બાબત છે, પરંતુ આ સમગ્ર બાબતમાં ભાજપ માટે ચિંતાના વિષય બની ગઈ છે.