somnath shivratri

Jay Somnath: મહાશિવરાત્રીના પર્વ પર શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે કર્યા મહાદેવના દર્શન

Jay Somnath: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું….

 સોમનાથ, 08 માર્ચ: Jay Somnath: દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે.

Jay Somnath

 શ્રી સોમનાથ ટ્રસ્ટ (Jay Somnath) દ્વારા મહાશિવરાત્રીને લઈ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ શ્રી  સોમનાથ તીર્થમાં ઉમટીઓ છે. શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ,પીતાંબર,પુષ્પ, બિલ્વપત્ર નો મનમોહક શ્રુંગાર કરવામાં આવેલ. દર્શનાર્થીઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી,આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.

આ પણ વાંચો:- Best Investment schemes for Women: મહિલાઓ માટે આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, રિટર્નની સાથે સુરક્ષાની પણ છે ગેરંટી

 શ્રી સોમનાથ ટ્રસ્ટ (Jay Somnath)દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજા પૂજા અને પાલખી પૂજન  કરવામાં આવ્યા. શ્રી સોમનાથ  મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં  શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી પી.કે.લેહરી સાહેબ, માન.મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજા પૂજા ,પાલખીપૂજન  કરવામાં આવી હતી.આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના  અધિકારીઓ, કર્મચારીઓ પૂજામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રીએ પરંપરાગત કરવામાં આવતો હોમાત્મક લઘુરુદ્ર મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ યજ્ઞશાળામાં માન. સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો.

  આજરોજ  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન,  ધ્વજા પૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો