kvk 1

Kvk Gir Somnath: કેવીકે-ગીર સોમનાથ દ્વારા સરખડી ગામે પોષણ વાટીકા, વૃક્ષારોપણ અભિયાનની ઉજવણી કરાઇ

Kvk Gir Somnath: પૂજાબેન નકુમે રસાયણયુક્ત આહારના લીધે માનવજીવનને પડતી મુશ્કેલીઓ વીશે પોતાના વિચારો રજુ કર્યા હતા.


ગીર સોમનાથ, 17 સપ્ટેમ્બર: Kvk Gir Somnath: કેવીકે-ગીર સોમનાથ,ઇફકો કંપની અને સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી-એસીએફના સંયુક્ત ઉપક્રમે કોડીનાર તાલુકાના સરખડી ગામે પોષણવાટીકા વ વૃક્ષારોપણ અભિયાનની ઉજવણી આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત કરાઇ હતી.

કાર્યક્રમની શરૂઆતમાં પૂજાબેન નકુમ-કેવીકે ગીર સોમનાથે (Kvk Gir Somnath) ઉપસ્થિત સર્વેનુ શાબ્દીક સ્વાગત કર્યુ હતુ. ત્યાર બાદ શૈલેશભાઇ બલદાણીયા- એરીયા મેનેજર ઇફકોએ નેનો યુરીયાના ખેતીમા થતા ફાયદા વિશે વાત કરી હતી. કેવીકેના વડા જિતેંદ્રસિંહે સમતોલ આહાર વિશે વાત કરી હતી. ડૉ. હંસાબેન પટેલ- કેવીકે ગીર સોમનાથે પોષણ્યુક્ત આહાર અને શાકભાજીના બગીચા જેવા અગત્યના વિષય પર માહિતી આપી હતી.

Kvk Gir Somnath, tree plantation drive

પૂજાબેન નકુમે રસાયણયુક્ત આહારના લીધે માનવજીવનને પડતી મુશ્કેલીઓ વીશે પોતાના વિચારો રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના મહિલા સરપંચ અસ્મિતાબેન વાળા ઉપસ્થીત રહ્યા હતા. મંજુલાબેન મોરી-સીડીપીઓ કોડીનાર આંગણવાડી દ્વારા તરૂણીઓ, મહિલાઓ અને બાળકો માટે કરવામા આવતી કામગીરી વિશે વાત કરી હતી. મોતીબેન ચાવડાએ સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વારા કરવામા આવતી કામગીરી વિશે માહિતી આપી હતી.

ધર્મિષ્ઠાબેન વાળાએ સોરઠ મંડળીની બહેનો દ્વારા બનાવવામાં આવતા સેનેટરી પેડ વીશે સરળ શેલીમાં માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થીત બહેનોને શાકભાજીના બિયારણ અને ફળાઉ ઝાડનુ વિતરણ ઇફકોના આર્થીક સહયોગ દ્વારા કરવામાં આવ્યુ હતુ જેનુ આયોજન બારડ રણજિતસિંહ-કેવીકેએ કર્યુ હતુ.

Kvk Gir Somnath

આ કાર્યક્રમમાં ૧૫૬ જેટલી બહેનો ઉપસ્થીત રહી હતી. કાર્યક્રમના અંતે હંસાબેન પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થીત સર્વેએ વૃક્ષારોપણ કર્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કેવીકે ટિમ તેમજ સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો..OPD open till 8pm: સરકારી હોસ્પિટલો ખાતે સાંજે 8.00 કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *