cycle yatra 1

PM Birthday cycle yatra: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આજે જન્મ દિવસ ને લઈ સાયકલોથન યાત્રા યોજવામાં આવી

PM Birthday cycle yatra: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આજે જન્મ દિવસ ને લઈ મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજવામાં આવી

  • PM Birthday cycle yatra: સાયકલોથન યાત્રા ધરોઈ થી વિવિધ ગામડાઓ માંથી પસાર થઇ 82 કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 17 સપ્ટેમ્બર:
PM Birthday cycle yatra: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આજે જન્મ દિવસ ને લઈ મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજવામાં આવી હતી આ સાયકલોથન યાત્રા ધરોઈ થી વિવિધ ગામડાઓ માંથી પસાર થઇ 82 કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા ને સાથે આ સાયકલોથન માં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ઘજ ની એક ધજા ને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે પહોંચ્યા હતા.

ખાસ કરીને આ ટીમ ની સાથે બૉલીવુડ ના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા ને માં અંબા ને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના દીર્ગઆયુષ્ય માટે પ્રાર્થના કરી હતી ને આજે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ ગુજરાત ટુરિઝમ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અંબાજી મંદિરના ચાચરચોક માં યોજવામાં આવ્યા હતા જેમાં ધરોઈ થી અંબાજી પહોંચેલા તમામ સાયકલિસ્ટો સાથે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ પણ અત્રે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ને નિહાળ્યો હતો.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નું આકર્ષણ પણ વધ્યું હતું ને નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ને લઈ યોજાયેલી આ સાયકલોથન યાત્રા સહીત સાંસ્કૃતિક કાર્યક્રમો નો આયોજન સૌપ્રથમ વખત કરવાંમાં આવ્યું છે જેને ઉપસ્થિત રહેલા ફ્લિમ આર્ટિસ્ટ અને પ્રોડ્યુસર મિલિન્દ સોમણ એ પણ સરાહના કરી હતી.

આ પણ વાંચો..Ambaji PM Modi Birthday: અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે 73 મોં જન્મદિવસ માટે નવચંડી યજ્ઞ નું આયોજન

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *