moon light function

Moon light: આધુનિક યુગમાં નાના બાળકો બલ્બના પ્રકાશમાં ચાંદની રાતમાં આકાશનું સૌદર્ય ભૂલ્યા: કલેક્ટર

Moon light: રાજય સરકારની પ્રેરણા હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર, 17 મે: Moon light: ચંદ્રમાની રાતમાં આકાશને નિહાળી તેની સુંદરતાની અનુભૂતિ કરવાનો પણ એક જીવનમાં લહાવો હોય છે. પૂનમની રાતના આકાશની સુંદરતા ચંદ્રમાના પ્રકાશમાં વઘુ નીખરતી હોય છે. 

પૂનમની રાત્રિના (Moon light) એક દિવસ આગળ અને એક દિવસ પાછળ ચંદ્રમાનો પ્રકાશ ખૂબ જ હોય છે. આ દરમ્યાન અનેક ખગોળીય નજારા સરળતાથી જોઇ શકાય છે. ચંદ્રમાની રાતની રાજયના પાટનગર વાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ તરફ લગાવ થાય તેવા ઉમદા આશયથી રાજય સરકારની પ્રેરણા હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના વિવિધ ગૃપો દ્વારા ગરબાના કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સર્વે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.ધવલ પટેલ, અધિક નિવાસી કલેકટર રીતુ સિંગ, ગાંધીનગર પ્રાંત અધિકારી બી.બી.મોડિયા સહિત નગરનાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..BJP chintan shivir: ભાજપની ચિંતન બેઠક – અભ્યાસ વર્ગ થયો જેમાં પૂર્ણ સમયે ચૂંટણીલક્ષી ચિંતા કરવામાં આવી: અમિત શાહ

Gujarati banner 01