Swati Maliwal expressed her pain: મારા પિતા કરતા હતા મારું યૌન શોષણ, તેઓ ઘરે આવતા, હું ડરી જતી હતી
Swati Maliwal expressed her pain: “મારા પિતા કરતા હતા મારું યૌન શોષણ, તેઓ ઘરે આવતા, હું ડરી જતી હતી, કેટલી રાતો પલંગ…”
દિલ્હીમાં શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 100 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બોલતા સ્વાતિ માલીવાલે પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
દિલ્હી, 11 માર્ચ: Swati Maliwal expressed her pain: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે તેમના પિતા તેમનું યૌન શોષણ કરતા હતા. આટલું જ નહીં, તે ગુસ્સામાં તેમની સાથે ખરાબ રીતે મારપીટ કરતા હતા. દિલ્હીમાં શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 100 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બોલતા સ્વાતિ માલીવાલે પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
તેમણે કહ્યું, “મને હજુ પણ યાદ છે કે મારા પિતા મારી સાથે યૌન શોષણ કરતા હતા. જ્યારે તે ઘરે આવતા ત્યારે હું ખૂબ ડરી જતી. મને હજુ પણ યાદ છે કે મેં કેટલી રાતો પલંગની નીચે વિતાવી છે કારણ કે હું ડરીને ધ્રૂજતી રહેતી હતી. એ સમયે હું વિચારતી રહેતી હતી કે હું એવું શું કરું કે છોકરીઓ સાથે અન્યાય કરનારાઓને પાઠ ભણાવું. હું ક્યારેય નથી ભૂલી શકતી, મારા પપ્પાને એટલો ગુસ્સો આવતો હતો કે તેઓ આવતા હતા અને જ્યારે તેમને મન થાય ત્યારે કોઈ કારણ વગર ચોટલી પકડી લેતા હતા, દિવાલ પર ફેંકતા હતા, લોહી વહેતું રહેતું, ખૂબ વ્યથિત લાગ્યા કરતુ હતું, પરંતુ બધો સમય એ જ ચાલતું રહેતું કે આ સિસ્ટમને કેવી રીતે બદલું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે બાળપણના આ ટ્રોમામાંથી નીકળવામાં તેમના પરિવારે તેમની ઘણી મદદ કરી છે. સ્વાતિએ કહ્યું, “જો મારી જીંદગીમાં મારી મા, મારી માસી, મારા માસ અને મારા નાના-નાની ન હોત તો મને નથી લાગતું કે હું ક્યારેય આ બાળપણના ટ્રોમામાંથી બહાર આવી શકી હોત અને આજે તમારી વચ્ચે હું ઉભી રહીને આટલા મોટા કામો કરી શકી હોત. મને સમજાયું છે કે જ્યારે બહુ જુલમ થાય છે ત્યારે ઘણું પરિવર્તન આવે છે, એ જુલમને કારણે તમારી અંદર એવી આગ બળે છે, જેને તમે સાચો રસ્તો બતાવી દીધો, તો તમે ઘણા મોટા કામો કરી શકો છો.”
દિલ્હીમાં આજે મહિલાઓ માટે અસાધારણ હિંમત અને પ્રતિબદ્ધતા દર્શાવનારા લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વિજેતાઓને સન્માનિત કર્યા. દિલ્હી કમિશન ફોર વુમન (DCW) દ્વારા લગભગ 100 મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો