bollywood debut in 2021

Bollywood debut in 2021: સુનીલ શેટ્ટીના દીકરા અહાનથી લઈને કેટરીના કૈફની બહેન ઈઝાબેલ સુધી, આ ન્યૂકમર્સે કર્યુ બોલિવૂડમાં ડેબ્યુ

bollywood debut in 2021: સૌથી વધુ નિરાશ તે નવા એક્ટર્સ થયા જે મોટા પડદા પર ડેબ્યુની રાહ જોઈ રહ્યા હતા

બોલિવુડ ડેસ્ક, 31 ડિસેમ્બરઃ bollywood debut in 2021: 2020ની જેમ 2021 પણ કોરોના ડરમાં પસાર થયું જેની સૌથી વધુ અસર બોલિવૂડ પર પડી. ઘણી ફિલ્મોને સિનેમાઘરોમાં રિલીઝ કરવા માટે રાહ જોવી પડવી.

આ વાતથી સૌથી વધુ નિરાશ તે નવા એક્ટર્સ થયા જે મોટા પડદા પર ડેબ્યુની રાહ જોઈ રહ્યા હતા. તેમ છતાં કેટલાક નવા કલાકારોને આ વર્ષે ડેબ્યુ કરવાની તક મળી. આ એક્ટર્સની ફિલ્મો કેવી રહી જાણો…

Ahan Shetty jumps with joy completing the first outdoor schedule for 'Tadap'
સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ ફિલ્મ ‘તડપ’થી પોતાનું બોલિવૂડ ડેબ્યુ કર્યું. આ એક્શન ડ્રામા ફિલ્મમાં અહાનની એક્ટિંગની ઘણી પ્રશંશા થઈ પરંતુ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ.

Mahima Makwana in Hollywood filmmaker Jefferey Gee Chin's next
ટેલિવિઝન શો ‘સપને સુહાને લડકપન કે’માં જોવા મળેલી મહિમાએ આ વર્ષે સિલ્વર સ્ક્રીનની સફર નક્કી કરી. તેને સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથથી ડેબ્યુ કરવાની તક મળી. ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી પરંતુ મહિમાની એક્ટિંગના વખાણ થયા.

Bunty Aur Babli 2's Sharvari Wagh calls parents her biggest cheerleaders:  They motivated me to try everything | PINKVILLA
શર્વરી વાઘ આ વર્ષની સૌથી પ્રોમિસિંગ ડેબ્યુટન્ટ બનીને ઉભરી. ફિલ્મ બંટી ઔર બબલી 2 ભલે બોક્સ ઓફિસ પર હિટ સાબિત ન થઈ પરંતુ શર્વરીને દર્શકોએ ઘણી પસંદ કરી. આ પહેલા શર્વરી વેબસીરિઝ ‘ધ ફોરગોટન આર્મી’માં પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ celebrity deaths in 2021: સિદ્ધાર્થ શુક્લાથી લઈને દિલીપ કુમાર સુધી, આ સેલેબ્સે વર્ષ 2021માં અંતિમ શ્વાસ લીધા

Advertisement
Salman Khan gets behind Isabelle Kaif for 'Kwatha'
કેટરીના કૈફની નાની બહેન ઈઝાબેલ કૈફે ફિલ્મ ‘ટાઈમ ટૂ ડાન્સ’થી ડેબ્યુ કર્યું પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ.

Pranitha's post on Afghan crisis goes viral
સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ પ્રણીતાએ પણ આ વર્ષે બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેને શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ હંગામા 2થી ડેબ્યુ કર્યું. તે ઉપરાંત તે અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં પણ જોવા મળી હતી. બંને ફિલ્મોમાં પ્રણીતા લીડ રોલમાં નહોતી એટલા માટે તેના ડેબ્યુની એટલી ચર્ચા ન થઈ.

Rinzing Denzongpa Wiki, Age, Family, Girlfriend, Biography- MuchFeed
બોલિવૂડના જાણીતા અભિનેતા ડેની ડેન્જોંગપાનો દીકરો રિનઝિંગ ડેન્જોંગપાએ પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી. તે કોઈ ફિલ્મમાં નહીં પરંતુ વેબસિરીઝ ‘સ્ક્વોડ’થી ડેબ્યુ કરતો જોવા મળ્યો. આ વેબસિરીઝમાં રિનઝિંગના કામની ઘણી પ્રશંશા થઈ.

Squad': Malvika Raaj all set to play a sniper in action thriller opposite  Rinzing Denzongpa | Hindi Movie News - Times of India
ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં કરિના કપૂરનો બાળપણનો રોલ કરનારી માલવિકાએ પણ આ વર્ષે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો . તેને પણ વેબસિરીઝ ‘સ્ક્વોડ’થી ડેબ્યુ કર્યું.

Whatsapp Join Banner Guj