Mask distribution by Ambaji Police 2

Mask distribution by Ambaji Police: શક્તિપીઠ અંબાજી માં અંબાજી પોલીસ દ્વારા માસ્ક વિતરણ નો કાર્યક્રમ યોજ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૧ ડિસેમ્બરઃ
Mask distribution by Ambaji Police: આજે 31 ડિસેમ્બરને લોકો 2021ની વિદાય ને 2022 ના આગમન ને લઈ વિવિધ કાર્યક્રમો યોજતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજી પોલીસે માસ્ક વિતરણ કરીને થર્ટીફર્સ્ટની ઉજવણી કરી છે

હાલ તબક્કે કોરોના ની ઓમીક્રોન ના કેસ માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ને અંબાજી માં યાત્રીકોનો પણ ઘસારો રહેતો હોય છે ત્યારે તેની અવેરનેસના ભાગ રૂપે શક્તિપીઠ અંબાજી માં અંબાજી પોલીસ દ્વારા માસ્ક વિતરણ નો કાર્યક્રમ યોજ્યો હતો.

Mask distribution by Ambaji Police

અંબાજીમાં વિભીન્ન અંતરિયાળ વિસ્તાર માંથી શાકભાજી વેચવા આવતા આદિવાસી લોકો ,લારીવાળા તેમજ પાથરણા વાળા ઉપરાંત માસ્ક વગર ફરતા યાત્રીકો અને રાહદારીઓને પોલીસ અધીકારી જે બી આચાર્ય (પોલીસ ઇન્સ્પેક્ટર) સહીત પોલીસ સ્ટાફ દ્વારા માસ્ક વિતરણ કર્યું હતું.

Mask distribution by Ambaji Police

એટલુંજ નહીં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકો ને કોરોના પ્રત્યે જાગૃતિ કેળવા અને આ કોરોના સંક્રમણથી કેવી રીતે બચીશકાય તેમાટે માર્ગદર્શન પણ કરાયું હતું ને રોજિંદા માસ્ક નો ઉપયોગ કરવા વિનંતી કરાઈ હતી.

આ પણ વાંચો…Gujarat CM Road Show: કોરોનાના કેસ વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો ભવ્ય રોડ શો

Whatsapp Join Banner Guj