સુરતઃ સીઆર પાટીલ(C.R Patil)ને સવાલને લઇ ભડક્યા મુખ્યમંત્રી વિજય રુપાણી- વાંચો શું છે મામલો…

C.R Patil

સુરત, 10 એપ્રિલઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 રથ ઉમેરવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે(C.R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સીઆર પાટીલે(C.R Patil) કેવી રીતે કરી એ તેમને જ પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા. સરકાર કોઈપણ ખાનગી વ્યક્તિને સીધા ઈન્જેકશન નથી આપતી, અને આપવાની પણ નથી.

Whatsapp Join Banner Guj

સરકારે મંજૂરી આપેલી ખાનગી-સરકારી હોસ્પિટલને વ્યવસ્થા મુજબ ઈન્જેકશન આપવામા આવે છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ મુજબ દરેક નિર્ણય કરવામાં આવે છે. સુરતમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે(C.R Patil) લોકો માટે રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા, તે અંગે સવાલ પૂછતા મુખ્યમંત્રીએ એવુ કહ્યુ કે, એ તો સીઆર(C.R Patil) ને ખબર, સીઆર(C.R Patil)ને પૂછો. પરંતુ સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5000 રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે.

 સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે. તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે. સરકાર ઉંચા ભાવે ખરીદી શકે તે મથી. અમે માટે એજન્સી તરીકે કિરણ હોસ્પિટલને મદદ કરી છે. એ હોસ્પિટલ કેવી રીતે અને કોને આપે તેની સાથે સરકારને કંઈ લેવાદેવા નથી. સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે. કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે. 

ADVT Dental Titanium

નોંધનીય છે કે,મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ(C.R Patil) વચ્ચે કોઈ તાલમેલ નથી. જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું. 

આ પણ વાંચો….

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Gujarat congress) પ્રવક્તા જયરાજસિંહે કર્યા આકરા સવાલ, પુછ્યુ- 5 હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ?