ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Gujarat congress) પ્રવક્તા જયરાજસિંહે કર્યા આકરા સવાલ, પુછ્યુ- 5 હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ?

શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ?
શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ?

જો જવાબ ” ના ” હોય તો સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડીસીવીરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા મેડીકલ નિયમો મુજબ મેળવ્યો ને કયા સોર્સથી મેળવ્યો એની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ-જયરાજસિંહ(Gujarat congress)

સી.આર. પાટીલનો કોવીડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડીકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સીસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે- જયરાજસિંહ(Gujarat congress)

Gujarat congress

સેવા માત્ર સુરતમાં જ કેમ ? શું પાટીલજી માત્ર સુરતના જ પ્રમુખ છે ???

પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાતના ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડીસીવર મફત વહેચવા જોઈએ-જયરાજસિંહ

પાટીલજીએ સેવા જ કરવી હોય તો ડ્રેગન ફ્રૂટ ને કમલમ કર્યુ એમ કમલમ્ ને કોવીડ સેન્ટરમાં ફેરવી દેવું જોઈએ. તમામ જીલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને કોરોન્ટાઈન થવા ખુલ્લા મુકે- જયરાજસિંહ(Gujarat congress)

Whatsapp Join Banner Guj

ગાંધીનગર, 10 એપ્રિલઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધવાથી સારવાર માટે રેમડીસીવીરની જરુર પડી રહી છે. તાજેતરમાં જ ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે તેઓ 5 હજાર ઇન્જેક્શન આપશે તો હવે પ્રશ્નએ છે કે ભાજપ પાસે આટલા જથ્થામાં ઇન્જેક્શન આવ્યા કેવી રીતે? જેને લઇને ગુજરાત પ્રદેશ કોગ્રેસ (Gujarat congress)પ્રવક્તા જયરાજસિંહે ભાજપને સવાલ કરતા પત્ર જાહેર કર્યો છે.

જેમાં લખ્યું છે કે, ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર છ ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને હડીયાપટી કરતા લોકોને રેમડીસીવીર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખુટી પડ્યો છે . રીપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં સી.આર.પાટીલ પાંચ હજાર ઈન્જેકશન કયા ” સોર્સ “થી લાવ્યા આ અતિ ગંભીર સવાલ છે. રસીકરણની વેક્સીન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી.આર. પાટીલનો કોવીડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પ્રજાને સીધો સંદેશ છે કે તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે મેડીકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સીસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે.

હજુ ગઈ કાલે જ રાજ્ય સરકારે સીવીલ હોસ્પિટલથી ખાનગી દવાખાનાઓને અપાતો રેમડીસીવીરનો સપ્લાય બંધ કર્યો છે ત્યારે આ સપ્લાય સીધો ભાજપ કાર્યાલય ખાતે તો નથી કરી દીધો ને ? આ શંકા થવી સ્વાભાવિક છે. શું ડોક્ટરોએ પણ હવે તેમના દર્દીને મેડીકલ સ્ટોર્સના બદલે કમલમ મોકલવા પડશે ? ત્રીસ વરસના શાસન બાદ જે રીતે માત્ર સાડા ચાર હજાર કેસમાં જ ગુજરાતનું આરોગ્યતંત્ર લાચાર અને વિવશ બન્યુ છે એના પર કામ કરવાના બદલે ભાજપ રાજકીય લાભ શોધવાના તરકટ કરી રહી છે.

ADVT Dental Titanium

માત્ર સુરતમા જ કેમ ? શું પાટીલજી માત્ર સુરતના જ પ્રમુખ છે ??? પાટીલજીએ સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડીસીવર મફત વહેચવા જોઈએ. વળી છ ઈન્જેકશન એક દર્દી એ જરૂરી છે ત્યારે દર્દી દીઠ એક ઈન્જેક્શન વહેચી જાણે થોડાક શ્વાસ ઉધાર આપવાની નિર્દયતા છલકાય છે. પાટીલજીએ સેવા જ કરવી હોય તો ડ્રેગન ફ્રૂટ ને કમલમ કર્યુ એમ કમલમ ને કોવીડ મા ફેરવી દે. તમામ જીલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને કોરોન્ટાઈન કરવા ખુલ્લા મુકે. સંઘ સ્વયં સેવકોને પેજ પ્રમુખોને ચાકરી સોંપે કારણકે આજે બેડ,દવા,ઈન્જેક્શન,ઓક્સીજન,એમ્બ્યુલન્સ,વેન્ટીલેટર અને શબવાહિની ની જે અછત છે એ તમારૂ જ પાપ છે જે પ્રજા ભોગવી રહી છે. પ્રાયશ્ચિત પણ ભાજપે જ કરવુ પડશે. એમ જયરાજ સિંહ પરમારે(Gujarat congress) કહ્યું છે.

આ પણ વાંચો….

ઝાયડસ હોસ્પીટલમાં ફરી શરુ થશે રેમડેસિવીર(remdesivir injection)નું વેચાણ: લાંબી લાઈનો લગતી હોવાથી હોસ્પીટલે વેચાણ કર્યું હતું બંધ