CM Meet

CM Meet: વાયબ્રન્ટ સમિટ 2022ના રોડ શો અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠક થી દિવસ નો પ્રારંભ

CM Meet: મુખ્યમંત્રીને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સ ના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી

ગાંધીનગર, 02 ડિસેમ્બરઃCM Meet: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2022 ના રોડ શો અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠક થી દિવસ નો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સ ના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.

તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણ માં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સ ના પ્લાન્ટ ના એકસ્પાનશન માટે ની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ Accident near Near Kheda: અમદાવાદ-મુંબઈ હાઈવે ખેડા નજીક કાર ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત, બે વ્યક્તિના મોત નીપજ્યા

Whatsapp Join Banner Guj