Hardik Patel meet Amit shah: ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી રાજકીય મુલાકાત

Hardik Patel meet Amit shah: ભાજપ વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી શકે છે. જો કે, આ મુલાકાત બાદ ટિકિટ વિરમગામથી પાક્કી પણ સમજી શકાય છે.

ગાંધીનગર, 27 ઓક્ટોબર: Hardik Patel meet Amit shah: ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ તસવીર સોશિયલ મીડીયા પર સામે આવતા જ અનેક તર્ક વિતર્ક સામે આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને ભાજપ નેતા હાર્દિક પટેલ વચ્ચેની શુભેચ્છા મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક પટેલ અમિત શાહ પાસેથી નવા વર્ષની ભેટ લેતો જોવા મળી રહ્યો છે. 

અત્યારે દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે નવા વર્ષની શુભેચ્છાની સાથે સાથે આ રાજકીય મહત્વનની મુલાકાત કરી હતી. જપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની અમિત શાહ સાથેની આ પ્રથમ મુલાકાત એટલા માટે કહી શકાય કેમ કે, સત્તાવાર રીતે મુલાકાત બાદની આ તસવીર સામે આવી હતી. 

હાર્દિક પટેલ યુવા ચહેરો છે અને પાટીદાર નેતા છે ત્યારે હવે એ પણ નિશ્ચિક માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી શકે છે. જો કે, આ મુલાકાત બાદ ટિકિટ વિરમગામથી પાક્કી પણ સમજી શકાય છે.

અગાઉ વિરમગામથી જ્યારે ભાજપની દબજબાભેર ગૌરવ યાત્રા નિકળી હતી તેમાં પણ હાર્દિક પટેલની મહત્વની હાજરી જોવા મળી હતી. અત્યાપે સેન્સ લેવાની પ્રક્રીયા ભાજપની ચાલી રહી છે ત્યારે આ તસવીર સામે આવતા વિરમગામની સીટને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો..3 assembly seat of Valsad: વલસાડની 3 વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો

Gujarati banner 01