BJP join

MLA Arun Singh Rana: ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરી ખેસ પહેરાવી સૌને ભાજપમાં પ્રવેશ આપ્યો

MLA Arun Singh Rana: કોંગ્રેસ સાથે છેડો ફાડયો કેસરિયો ધારણ કર્યો,ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરી ખેસ પહેરાવી સૌને ભાજપમાં પ્રવેશ આપ્યો.

ગાંધીનગર, 27 ઓક્ટોબર: MLA Arun Singh Rana: કોંગ્રેસ સાથે છેડો ફાડયો કેસરિયો ધારણ કર્યો, ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરી ખેસ પહેરાવી સૌને ભાજપમાં આવકારો આપ્યા. વેસદડા ગામના 250થી વધુ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો કેસરિયો ધારણ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભામાં કેસરિયો રંગ વધુ ઘેરો બનતો જાય છે. એક વખતના ચુસ્ત કોંગ્રેસી ગામોનો ઝોક ભાજપ તરફ વધતો જાય છે. ગુરુવારના રોજ વધુ એક ગામ વેસદડાના ગ્રામજનોએ પણ થાકી હારીને કોંગ્રેસને બાય બાય કરી ભાજપ નો ખેસ પહેર્યો હતો. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બનતું જાય છે. બીજી બાજુ રાજકીય પાર્ટીઓનો ચૂંટણીલક્ષી ધમધમાટ વધતો જાય છે.

ચૂંટણીની જાહેરાત પહેલાજ સંભવિત ઉમેદવારોએ લોકોસુધી પહોંચવા મેરેથોન દોડ લગાવી છે. આવા સમયમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની વિકાસની કામગીરીને લઈ એક સમયના ચુસ્ત કોંગ્રેસી ગામો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા કોંગ્રેસના આગલી હરોળના આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી ચુક્યા છે. હવે ચુસ્ત કોંગ્રેસી ગામો ભાજપને સમર્થન આપી રહ્યા છે. જેમાં વધુ એક વેસદડાં ગામનો પણ સમાવેશ થયો છે.

વેસદડાં ગામના 250થી વધુ લોકોએ કોંગ્રેસને બાય બાય કરી ભાજપ સાથે જોડાયા છે. વેસદ ગામના સીરાજ અલી, સૌક્ત અબ્દુલ, ઇરફાન અહમદ તથા લિમજી વસાવા સહિત 50 જેટલા આગેવાનો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્ક ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય અરુણસિંહ રણાએ (MLA Arun Singh Rana) તમામ આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકારી સાય સાથે મળી વિકાસના કર્યો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો..Hardik Patel meet Amit shah: ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી રાજકીય મુલાકાત

ઉલ્લેખનીય છે કે એક સમયે વાગરા બેઠક કોંગ્રેસની પોકેટ બેઠક ગણાતી હતી. જોકે અરુણસિંહ રણા (MLA Arun Singh Rana) ભાજપમાંથી ચૂંટાયા બાદ તેમની કાર્ય શૈલીના કારણે હવે આ બેઠક પર ભાજપનો દબદબો ઉભો થયો છે. એક પછી એક વરિષ્ઠ આગેવાનો અને આખેઆખા ગામો ભાજપમાં જોડાતા કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

આવા સંજોગોમાં વધુ કેટલાક ગામો ભાજપના સમર્થક બનતા વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પોતાનું વજૂદ ગુમાવ્યું હોય તેમ લાગી રહ્યુ છે.

જે આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખતરા રૂપ બને તેવી શક્યતાઓ છે.

Gujarati banner 01