CM Rupani speech 2 edited

નખત્રાણાની કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત GMDC આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી

  • કચ્છના સરહદી ક્ષેત્ર નખત્રાણાની કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત GMDC આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજની સૈદ્ધાંતિક મંજૂર
  • મુખ્યમંત્રીશ્રી સમક્ષ તત્કાલિન જનપ્રતિનિધિ શ્રી પ્રદ્યુમનસિંહજીએ કરેલી રજૂઆતનો યુવા છાત્રોના વ્યાપક હિતમાં સકારાત્મક પ્રતિસાદ આપતા શ્રી વિજયભાઇ રૂપાણી
  • નખત્રાણા વિસ્તારના યુવાઓને ઘરઆંગણે જ કોલેજની સુવિધા યથાવત રહેશે

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

૨૮ ઓગસ્ટ,મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લાના સરહદી ક્ષેત્ર નખત્રાણા તાલુકાની એક માત્ર આર્ટસ-કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ તરીકેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત નખત્રાણા ની આ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વર્ષ ર૦૦૧થી GMDC દ્વારા ચાલી રહી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ આ વિસ્તારના તત્કાલિન જનપ્રતિનિધિ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુવા છાત્રોના હિતમાં રજૂઆત કરી હતી કે, આ કોલેજનું સંચાલન રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે કરે તો નખત્રાણા અને આસપાસના ગામોના યુવા છાત્રોને કોલેજ કાર્યરત રહેવાથી ઘરઆંગણે જ અભ્યાસની સુવિધા મળી રહે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં GMDC નખત્રાણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


નખત્રાણાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ તરીકે કાર્યરત રાખવાની મંજૂરી આપતાં હવે સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાએ કોલેજ અભ્યાસ નજીકના સ્થળે યથાવત ઉપલબ્ધ થશે અને ભૂજ જવું નહિ પડે.