Isudan cM candidate

The face of AAP Chief Minister is Isudan: આપના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન રડ્યા, કહ્યું, પ્રાણ છે ત્યાં સુધી સેવા કરીશ

The face of AAP Chief Minister is Isudan: ભાવુક થઈને કહ્યું, ખેડૂતોને જો તેમના ભાવ ના મળ્યા તો મને લાત મારીને બહાર કાઢી મુકજો – ઈસુદાન

  • The face of AAP Chief Minister is Isudan: આપના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન રડ્યા, કહ્યું, જીંદગીમાં ક્યારેય સરપંચ પણ મારા પરીવારમાંથી નથી બન્યું, પ્રાણ છે ત્યાં સુધી સેવા કરીશ

અમદાવાદ , 04 નવેમ્બર: The face of AAP Chief Minister is Isudan: ગુજરાતમાં આપ પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈસુદાન ગઢવી બન્યા છે. 16 લાખ 48 હજાર 500 જેટલા વોટ ઈસુદાન ગઢવીને મળ્યા હતા. આ નામની જાહેરાત થતાની સાથે જ ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. 

 ગુજરાતની પીડા જોવાતી નથી

આ દરમિયાન ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જે રીતે અરવિંદ કેજરીવાલ રાજનિતી બદલવા માટે નિકળ્યા છે. જીંદગીમાં ક્યારેય સરપંચ પણ મારા પરીવારમાંથી નથી બન્યું. તમે અવાજ પત્રકારત્વ તરીકે ઉઠાવો છો પરંતુ આ કામો માટે રાજનિતીમાં આવવું જરૂરી છે. તેવું તેમણે મને કહ્યું. તેમને મને દિલ્હીના વિકાસને બતાવ્યો હું ત્યાં ગયો અને ત્યાં જઈને જોયું ત્યારે મને કંઈક રાજનિતી ક્ષેત્રે આવવાનું મન થયું. તારા જેવા લોકોને રાજનિતીમાં આવવું જરૂરી છે. જો કે, રાજનિતી મારો શોખ નથી મજબૂરી છે. ગુજરાતની પીડા જોવાતી નથી.


બે દિવસ પરીવારને રાજનિતીમાં જોડાવવા માટે મનાવ્યો

પત્રકારત્વ ક્ષેત્રે પણ ખેડૂતો, બેરોજગારોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત કર્મચારીઓથી લઈને તમામ ક્ષેત્રે અવાજ બનવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું પત્રકારત્વ કરી શકતો હતો આદેશ નહોતો આપી શકતો. આ બધુ જોયા પછી હું રાજનિતીમાં આવ્યો. હું બહું નાના ગામથી આવું છું. મારા પિતા આજે નથી પરંતુ તેમના આશીર્વાદ મારી સાથે જ છે. હું પત્રકારત્વ છોડીને તેમના અંતિમ દિવસોમાં સેવા કરવા માટે આવ્યો હતો ત્યારે તેમને મને ફરીથી પત્રકારત્વમાં જોડાવા  માટે કહ્યું હતું. હું બધુ છોડીને ગુજરાતની જનતાની સેવા માટે આવ્યો છું.

મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી રાજ્યના લોકોની સેવા કરીશ. બે દિવસ પરીવારને રાજનિતીમાં જોડાવવા માટે મનાવ્યો હતો. મેં પરીવારની પરવાનગી માંગી હતી. મારા સ્ટુડીયોમાં ખેડૂતો આવતા ત્યારે તેમની વાતો સાંભળીને શો પુકી કરી રાત્રે જતો ત્યારે રાત્રે હું રોઈ પડતો હતો. 

The face of AAP Chief Minister is Isudan

ખેડૂતોને જો તેમના ભાવ ના મળ્યા તો મને લાત મારીને બહાર કાઢી મુકજો

The face of AAP Chief Minister is Isudan: ખેડૂતોને વચન આપું છું તમારો ભાઈ અત્યાર સુધી ટીવી પર અવાજ ઉઠાવતો હતો પરંતુ જો તમે એક થઈ ગયા, વેપારીઓ, બેરોજગાર યુવાનો, માતા-બહેન, દિકરીઓએ એક થઈને વોટીંગ કર્યું જે અત્યાર સુધી નથી થયું તેવું કામ કરીને બતાવીશ. અમારી સરકાર આવી અને જો આગળની દિવાળીમાં જો ખેડૂતોને જો તેમના ભાવ ના મળ્યા તો મને લાત મારીને બહાર કાઢી મુકજો.

આ પણ વાંચોTrain canceled Information: અમદાવાદ થી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *