3 Employees of Rajkot division honored

3 employees of Rajkot division honored: રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત

3 employees of Rajkot division honored: રેલવે સેફટી માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત

રાજકોટ, 14 મે: 3 employees of Rajkot division honored: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 3 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન ના ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ કચેરી, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેક્શન ઓપરેશન વિભાગના કર્મચારીઓને માર્ચ-2024 મહિનામાં રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Vaishno Devi passengers alert: 16 કલાક મોડી ઉપડશે જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ

એવોર્ડ મેળવનાર કર્મચારી

  • મહેશ ચંદ મીણા (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, અમરસર),
  • આશારામ મીણા (સ્ટેશન માસ્તર, વાગડિયા)
  • રામપ્રવેશ કુમાર (લોકો પાયલોટ ગુડ્સ, સુરેન્દ્રનગર)

ઉપરોક્ત રેલવે કર્મચારીઓ એ ટ્રેનોમાં સ્પાર્કિંગ જોવું, ટ્રેનમાં અસામાન્ય અવાજ જોવું અને ગેસ વહન કરતી માલગાડી ટ્રેનના વેગનનું ઉપરનું ઢાંકણું ખુલ્લું જોવા જેવું જેવી ઘટનાઓ જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

buyer ads

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર આર.સી.મીણા અને મદદનીશ ડિવિઝનલ એન્જિનિયર (ટ્રેક્શન) સતપાલ ભગત ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો