Ahmedabad Railway station

Ahmedabad-Okha Special Train: અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતિકરણ

Ahmedabad-Okha Special Train: અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

રાજકોટ, 29 ડિસેમ્બરઃ Ahmedabad-Okha Special Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગત નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિત સ્પેશિયલ પહેલા 30 ડિસેમ્બર સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15 જાન્યુઆરી 2024 સુધી લંભાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિય જે પહેલાં 31 ડિસેમ્બર સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 16 જાન્યુઆરી 2024 સુધી લંભાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09435 અને 09436 ના વિસ્તૃત ફેરાઓનું બુકિંગ 30 ડિસેમ્બર થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર થશે.

ટ્રેનોના રોકાણનો સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે અહીં આપેલી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઇને તપાસ કરી શકો છો.

આ પણ વાંચો… Ahmedabad Flower Show: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો ટિકિટની કિંમત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો