passenger train 2

WR Increased Trains Frequency: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, જાણો…

WR Increased Trains Frequency: ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ WR Increased Trains Frequency: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માગણી પૂરી કરવાના હેતુસર ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિત સ્પેશિયલ પહેલા 30-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15-01-2024 સુધી લંભાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિય જે પહેલાં 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 16-01-2024 સુધી લંભાવવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ જેને પહેલાં 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 15-01-2024 સુધી લંબાવવામાં આવી છે.
  4. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને પહેલા 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15-01-2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09435, 09436, 09455 અને 09456 ના વિસ્તૃત ફેરાઓનું બુકિંગ 30-12-2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર થશે. ટ્રેનોના રોકાણનો સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે અહીં આપેલી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઇને તપાસ કરી શકો છો.

આ પણ વાંચો… Ahmedabad-Okha Special Train: અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતિકરણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો