Bhavnagar-Okha Train Stoppage: હવે આ સ્ટેશન પર પણ ઉભી રહેશે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન

Bhavnagar-Okha Train Stoppage: 27 જાન્યુઆરીથી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન દિગસર સ્ટેશન પર ઉભી રહેશે

રાજકોટ, 25 જાન્યુઆરીઃ Bhavnagar-Okha Train Stoppage: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા ડેઇલી એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ ડિવિઝનના દિગસર સ્ટેશન પર છ મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા ડેઇલી એક્સપ્રેસ ટ્રેન 27મી જાન્યુઆરીથી દિગસર સ્ટેશન પર ઊભી રહેશે. જેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે મધ્યરાત્રિના 01.48/01.49 વાગ્યે છે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Athome Program at Junagadh: ૭૫મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો