Ektanagar station

Ekta Nagar Heritage Special Train: અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો

Ekta Nagar Heritage Special Train: 16 માર્ચ 2024 થી આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે

અમદાવાદ, 14 માર્ચ: Ekta Nagar Heritage Special Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 09409/09410  અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 16 માર્ચ  2024 થી આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે. આ ટ્રેનનું વર્ણન નીચે મુજબ છે :

ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ દ્વિ અઠવાડિક સ્પેશિયલ

ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન 16 માર્ચ 2024 થી દરેક શનિવાર અને રવિવારે સવારે 06.10 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરીને 09.50 કલાકે એકતા નગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09410 એકતા નગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દરેક શનિવાર અને રવિવારે 20.35 કલાકે એકતા નગરથી પ્રસ્થાન કરીને આગલા દિવસે 00.05 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા સ્ટેશન ઉપર રોકાશે.

આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે જેમાં ત્રણ એરકન્ડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને એક રેસ્ટોરન્ટ ડાઈનિંગ કાર સામેલ છે.

આ પણ વાંચો:- Holi Special Trains: બાન્દ્રા ટર્મિનસ થી બીકાનેર અને ઉદયપુર માટે ચાલશે હોળી સ્પેશિયલ ટ્રેનો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો