train 2

Ahmedabad-Veraval Express Schedule: અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ હવે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર રોકાશે

Ahmedabad-Veraval Express Schedule: અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

અમદાવાદ, 14 માર્ચ: Ahmedabad-Veraval Express Schedule: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો અને સંશોધિત સમય નીચે મુજબ છે:

અમદાવાદ થી ગાંધીનગર કેપિટલ શિફ્ટ કરેલ ટ્રેનોં:

1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસનું ટર્મિનલ 16 માર્ચ, 2024થી બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સવારે 10.35 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

આ પણ વાંચો:- Ekta Nagar Heritage Special Train: અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો

2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 15મી માર્ચ, 2024થી અમદાવાદને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશને 16.00 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે.આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો