Extra coach: પશ્ચિમ રેલ્વે દ્વારા બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુ તવી, દિલ્હી સરાય રોહિલા અને ભગત કી કોઠી જતી વિશેષ ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

Railways banner

અમદાવાદ ,૨૩ એપ્રિલ: Extra coach: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી  કોઠી જતી વિશેષ ટ્રેનોમાં એક થર્ડ એસી કોચ (અસ્થાયી રૂપે) ઉમેરવામાં આવશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુતવી વિશેષમાં 01 મે 2021 થી અને ટ્રેન નંબર 09028 જમ્મુતવી – બાન્દ્રા ટર્મિનસ વિશેષમાં 03 મે 2021 થી એક થર્ડ એસી કોચ (Extra coach) ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નંબર 02949 બાન્દ્રા ટર્મિનસ – દિલ્હી સરાઈ રોહિલા વિશેષમાં 28 એપ્રિલ, 2021 થી અને ટ્રેન નંબર 02950 દિલ્હી સરાઇ રોહિલા – બાન્દ્રા ટર્મિનસ વિશેષમાં 29 એપ્રિલ, 2021 થી એક થર્ડ એસી કોચ (Extra coach) ઉમેરવામાં આવશે.

ADVT Dental Titanium

3. ટ્રેન નંબર 02965 બાંદ્રા ટર્મિનસ – ભગત કી  કોઠી વિશેષમાં 30 એપ્રિલ 2021 થી અને ટ્રેન નંબર 02966 ભગત કી  કોઠી – બાંદ્રા ટર્મિનસ વિશેષમાં 01 મે 2021 થી એક થર્ડ કોચ (Extra coach) ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો…Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *