Extra coach: અમદાવાદ થી પસાર થતી 03 જોડી વિશેષ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

Extra coach: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ થી પસાર થતી 03 જોડી વિશેષ ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવામાં આવશે.

અમદાવાદ , ૨૯ એપ્રિલ: Extra coachમુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ઓછી થાય તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ થી પસાર થનારી 3 જોડી વિશેષ ટ્રેનો માં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj

1. ટ્રેન નંબર 09055/09056 વલસાડ-જોધપુર સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ વલસાડથી 04/05/2021 થી 25/05/2021 દરમિયાન તથા જોધપુર થી 05/05/2021 થી 26/05/2021 દરમિયાન જોડવામાં આવશે.

2. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર ટર્મિનસ – આસનસોલ સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસ થી 04/05/2021 થી 25/05/2021 દરમિયાન તથા આસનસોલ થી 06/05/2021 થી 27/05/2021 દરમિયાન જોડવામાં આવશે.

3. ટ્રેન નંબર 02905/02906 ઓખા- હાવડા સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ ઓખાથી 02/05/2021 થી 30/05/2021 દરમિયાન તથા હાવડા થી 04/05/2021 થી 01/06/2021 દરમિયાન જોડવામાં આવશે.

આ પણ વાંચો…Gandhidham – kolkata: 01 મે 2021 ના રોજ દોડશે ગાંધીધામ થી કોલકાતા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન

ADVT Dental Titanium