Ahmedabad Skyline: અમદાવાદની સ્કાયલાઈન વિશ્વકક્ષાની બનશે, બોડકદેવમાં 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે
Ahmedabad Skyline: અમદાવાદની આગવી ઓળખ બનશે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’: AMC દ્વારા બોડકદેવના સિંધુ ભવન રોડ પર 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર વિકસાવવાનું આયોજન
3 બેઝમેન્ટમાં 385 કાર અને 1109 ટુ-વ્હીલર માટે પાર્કિંગ, શોપ્સ-આર્ટ ગેલેરી, ફૂડ કોર્ટ, એમ્ફીથિયેટર અને અર્બન પ્લાઝાની સુવિધા
- Ahmedabad Skyline: ટાવરમાં રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે તથા 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક-સ્કાય વોક સાથે ડિજિટલ સ્ક્રીનની સુવિધા
અમદાવાદ, 29 ઓક્ટોબર: Ahmedabad Skyline: અમદાવાદ શહેરમાં આગવી ઓળખ ઊભી થાય તેવા આઇકોનિક તથા આધુનિક સ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિઘિ પાનીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ ખાતે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં આધુનિક આર્કિટેક્ચર સાથે વિવિધ જાહેર સુવિધાઓ, મનોરંજન, સાંસ્કૃતિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરની સ્કાયલાઇનમાં પણ આગવી ઓળખ ઊભી થવાની શક્યતા છે.

‘અમદાવાદ સિટી સ્ક્વેર’ના આયોજનમાં ગ્રાઉન્ડ લેવલથી અંદાજિત 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવાનું આયોજન છે. જેમાં બેઝમેન્ટ-1માં અંદાજિત 195 કાર, બેઝમેન્ટ-2માં અંદાજિત 190 કાર તથા બેઝમેન્ટ-3માં અંદાજિત 1109 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ લેવલથી ઉપર લોઅર ગ્રાઉન્ડ તથા અપર ગ્રાઉન્ડ વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ ખાતે શોપ્સ તથા આર્ટ ગેલેરી વિકસાવવાનું આયોજન છે, જેના દ્વારા કોમર્શિયલ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની સુવિધા ઊભી થશે. અપર ગ્રાઉન્ડ ખાતે ચારેય ખૂણામાં ફૂડ કિઓસ્ક તથા 310 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર, ગાર્ડન, ફૂડ કોર્ટ, બેસવાની વ્યવસ્થા તથા વોટર ફાઉન્ટેન સહિતની સુવિધાઓ સાથે અર્બન પ્લાઝા વિકસાવવામાં આવશે.

‘અમદાવાદ સિટી સ્ક્વેર’માં (Ahmedabad Skyline) અંદાજિત 175 મીટર ઊંચાઈનો આઇકોનિક ટાવર વિકસાવવાનું આયોજન છે. ટાવરમાં અંદાજિત 40 મીટરની ઊંચાઈએ બે માળની રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે, જેમાં એકસાથે અંદાજિત 1200થી વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા રહેશે. રેસ્ટોરન્ટની ઉપર ટેરેસ ડેક કેફે વિકસાવવામાં આવશે, જેમાં અંદાજિત 200 વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા રહેશે.આ સુવિધા માટે અંદાજિત 6485 ચોરસ મીટર જેટલું બાંધકામ 40 મીટરની ઉંચાઈમાં વર્તુળાકારમાં કરવાનું આયોજન છે.

Ahmedabad Skyline: ટાવરની ટોચે અંદાજિત 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક તથા સ્કાય વોક વિકસાવવામાં આવશે. અહીંથી અમદાવાદ શહેરનો પેનોરેમિક વ્યુ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સ્કાય ડેક ખાતે એકસાથે અંદાજિત 75 વ્યક્તિઓ વ્યુ ગેલેરીનો લાભ લઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે. ટાવરના અંદાજિત 40 મીટરની ઉંચાઈથી 175 મીટરની વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન વિકસાવવાનું આયોજન છે. આ ડિજિટલ સ્ક્રીન પર સતત ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.
આમ, ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ પ્રોજેક્ટમાં (Ahmedabad Skyline) પાર્કિંગ, કોમર્શિયલ પ્રવૃત્તિઓ, આર્ટ અને કલ્ચર, ફૂડ, મનોરંજન તથા શહેરના ચારેયતરફનો અદભુત નજારો સહિતની વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અમદાવાદ શહેર માટે એક આગવી આઇકોનિક અર્બન સ્પેસ અને સોશિયલ-કોમર્શિયલ હબ તરીકે વિકસાવવાનું આયોજન ધરાવે છે.
આ પ્રોજેક્ટ શહેરની ઓળખ સમાન બનાવવાનો હોવાથી આ ખાસ કામ માટે એક ઓરિએન્ટેશન મીટિંગ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ મીટિંગમાં આ કામ કરવાની ઈચ્છા રાખનાર કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટ વિશે ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવશે અને બે વખત પ્રિ-બીડ મીટિંગ ટેન્ડર ફાઈનલ કરતા પહેલા રાખવામાં આવશે. જેથી યોગ્ય કોન્ટ્રાક્ટર મેળવી શકાય અને સમયસર કામગીરી પૂરી શકાય.કામ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષનો સમયમાં પૂરો કરવાનો રહેશે.
આ પણ વાંચો:- PM Viksit Gram Swaraj: કેન્દ્ર સરકારે ‘પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના’ને આપી મંજૂરી
‘અમદાવાદ સિટી સ્ક્વેર’ પ્રોજેક્ટની વિશેષતાઓ

- સિટી સ્ક્વેર બિલ્ડિંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા કુલ 13144.40 મીટર પ્લોટ એરીયા ફાળવવામાં આવેલ છે. જેમાં રોડનો એરીયા બાદ કરતા 12091 સ્કવેર બિલ્ડિંગનું પ્લાનિંગ કરવામાં આવેલ છે.
- આ પ્લોટની સામે કોર્પોરેશનના અન્ય પ્લોટમાં 450 ફોર વ્હીલર પાર્કિંગની વધારાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, જે સિટી સ્કવેરના બેઝમેન્ટ સિવાયની વ્યવસ્થા કરેલ છે.
- સિટી સ્ક્વેર પ્રોજેક્ટના આયોજનમાં 3 બેઝમેન્ટ, લોઅર તથા અપર ગ્રાઉન્ડ ફલોર, 4-રેસ્ટોરેન્ટ જે પૈકી એક ફલોર સર્વિસ એરીયા, બે ફલોર રેસ્ટોરેન્ટ અને એક ફલોર ટેરેસ ફલોર તથા વ્યુ ગેલેરી સાથે પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
- બિલ્ડીંગની 29.50 મીટર થી 47.25 મીટરની ઊંચાઇએ આવેલ કુલ ત્રણ રેસ્ટોરેન્ટ પૈકી દરેક રેસ્ટોરેન્ટની વ્યક્તિની કેપેસીટી મુજબ પ્લાનિંગ કરેલ છે.
- બિલ્ડીંગના લોઅર ગ્રાઉન્ડ, અપર ગ્રાઈન્ડ ફલોર તથા ગ્રાઉન્ડ ફલોર કુલ 50 નંગ (50 Nos) કોમર્શિયલ દુકાનોનું આયોજન કરેલ છે.
- બિલ્ડીંગના અપર ગ્રાઉન્ડ ફલોર ઉપર અંદાજીત308 વિઝટરની કેપેસીટીનું એમ્ફીથિયેટરનું આયોજન કરેલ છે.
- ગ્રાઉન્ડ ફલોરમાં 5990 ચો.મી. એરીયામાં પ્લાન્ટેશન /લેન્ડ સ્કેપીંગનું આયોજન કરેલ છે.
- બિલ્ડીંગના પ્લાનિંગમાં લીધેલ એપ્રોચ બ્રીજની લંબાઈ 75 મીટર છે.
- સીટી સ્કેવર બિલ્ડીંગમાં સોલર ટ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેનાથી ઈલેકટ્રીસિટી જનરેટ કરી બિલ્ડીંગમાં વપરાશ કરવામાં આવશે.
- બિલ્ડીંગમાં કુલ 17 નંગ લીફટનું આયોજન કરેલ છે. જે પૈકી 04 લીફટ વીઝીટર માટે એક લીફટ રેસ્ટોરેન્ટ સર્વિસ માટે અને 12 લીફટ બેઝમન્ટ પાકીંગથી ગ્રાઉન્ડ ફલોર સુધીની લીફટનું પ્લાનીંગ કરેલ છે. સૂચિત કોર સ્ટ્રકચરની વિઝટર માંથી 04 લીફટ પૈકી બે લીફટ બિલ્ડીંગના ટોપ એટલે કે વ્યુ ગેલેરી સુધીનું પ્રોવિઝન રાખેલ છે.
- બિલ્ડીંગના વ્યુ ગેલેરી પર એક સાથે 50 વિઝીટર વિઝિટ કરી શકે તે મુજબ પ્લાનિંગમાં લેવામાં આવેલ છે.
- બિલ્ડીંગમાં 214 વિઝીટરની કેપેસીટીના કુલ 04 નંગ કિઓસ્ક બનાવવાનું આયોજન કરેલ છે.
- સિટી સ્ક્વેરનો અંદાજીત ખર્ચ રૂ.570 કરોડ રૂપિયા છે.
