Katra Express Route change: ખેડૂત આંદોલનને કારણે જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રૂટ ડાઇવર્ટ
Katra Express Route change: 14 અને 15 મે ની હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડશે
રાજકોટ, 13 મે: Katra Express Route change: ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે, 14 મે, 2024 ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ અને 15 મે, 2024 ના રોજ, જામનગર થી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા અંબાલા કેંટ-ચંડીગઢ-ન્યુ મોરિન્ડા-સરહિન્દ-સાનેહ વાલ થઈને દોડશે.
આ પણ વાંચો:- Rain forecast in Gujarat: હવામાન ખાતાની દક્ષિણ ગુજરાતમાં આ તારીખ દરમિયાન કમોસમી વરસાદની આગાહી
મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.