pm modi kashi puja

PM Modi kashi puja: આજે PM મોદી કાશી વિશ્વનાથ અને દશાશ્વમેધ ઘાટ પર કરી ગંગાની પૂજા

PM Modi kashi puja: ઉમેદવારી પત્ર ભર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ જવા રવાના થશે

whatsapp banner

વારાણસી, 14 મેઃ PM Modi kashi puja: લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો:- Rain forecast in Gujarat: હવામાન ખાતાની દક્ષિણ ગુજરાતમાં આ તારીખ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

buyer ads

સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા NDA નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી વડાપ્રધાન સવારે 11.40 કલાકે વારાણસી લોકસભા બેઠક પરથી નામાંકન ભરશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ જવા રવાના થશે. નોંધનીય છે કે આ બેઠક માટે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો