Rajkot Division: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
રાજકોટ, 12 મે: Rajkot Division: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી સમર સ્પેશિયલ ટ્રેનો માં અસ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-જડચર્લા વીકલી સમર સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટથી 13.05.2024 થી 24.06.2024 સુધી અને જડચર્લા થી 14.05.2024 થી 25.06.2024 સુધી વધારાના એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર કોચ લગાવવામાં આવશે.
2) ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની વીકલી સમર સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટથી 17.05.2024થી 28.06.2024 સુધી અને બરૌનીથી 19.05.2024થી 30.06.2024 સુધી વધારાના એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. .
આ પણ વાંચો:- Gujarat Rain Forecast: ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, વાંચો વિગત
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો