Today Train Canceled: વાવાઝોડા મિચોંગની અસર, રેલ્વેએ આ ટ્રેનો કરી રદ્દ…

Today Train Canceled: મિચોંગ દ્વારા સર્જાયેલી તબાહી વચ્ચે, દક્ષિણ રેલ્વેએ આજે વંદે ભારત, શતાબ્દી સહિત કેટલીક ટ્રેનો રદ કરી

નવી દિલ્હી, 07 ડિસેમ્બરઃ Today Train Canceled: દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત મિચોંગના કારણે ભારે નુકસાનની તસ્વીરો સામે આવી રહી છે. પૂરના કારણે ચેન્નાઈમાં સ્થિતિ દયનીય છે. દરમિયાન, મિચોંગ દ્વારા સર્જાયેલી તબાહી વચ્ચે, દક્ષિણ રેલ્વેએ આજે વંદે ભારત, શતાબ્દી સહિત કેટલીક ટ્રેનો રદ કરી છે.

રદ કરાયેલી ટ્રેનોને કારણે મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે રેલ્વેએ આ ટ્રેનોની જાણકારી પહેલાથી જ આપી દીધી છે. એવામાં આજે તમે પણ દક્ષિણ રેલ્વે દ્વારા ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરેથી નીકળતા પહેલા એકવાર આ લિસ્ટ જરૂરથી જોઈ લો.

આ ટ્રેનો રદ કરવામાં આવીઃ

  • ડૉ. MGR સેન્ટ્રલથી શ્રીમાતા વૈષ્ણોદેવી અદમાન એક્સપ્રેસ
  • ડૉ. MGR સેન્ટ્રલથી વિજયવાડા વંદે ભારત એક્સપ્રેસ 
  • ડૉ. MGR સેન્ટ્રલથી મૈસુર શતાબ્દી એક્સપ્રેસ
  • ડૉ. MGR સેન્ટ્રલથી કોઈમ્બતુર એક્સપ્રેસ 
  • ડૉ. MGR સેન્ટ્રલથી બેંગલુરુ વૃંદાવન એક્સપ્રેસ
  • ડૉ. MGR સેન્ટ્રલ તિરુપતિ એક્સપ્રેસ 
  • ડૉ. MGR સેન્ટ્રલથી કોઈમ્બતુર શતાબ્દી એક્સપ્રેસ 
  • ડૉ. MGR સેન્ટ્રલથી વિજયવાડા જન શતાબ્દી એક્સપ્રેસ
  • ડૉ. MGR સેન્ટ્રલથી બેંગલુરુ ડબલ ડેકર એક્સપ્રેસ
  • ચેન્નાઈ એગમોર વંદે ભારત સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો… Ram Mandir Pran Pratishtha: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં VVIP હસ્તીઓને મળ્યું આમંત્રણ, અહીં જાણો કોણ-કોણ છે યાદીમાં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો