train

Vadodara Intercity schedule: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

Vadodara Intercity schedule: 21 એપ્રિલ ની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

whatsapp banner

રાજકોટ, 19 એપ્રિલ: Vadodara Intercity schedule: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા ગોઠાજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ની કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 એપ્રિલ, 2024 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો:- Best Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની આ છે બેસ્ટ સ્કીમ, જાણો લાભ લેવા માટેની વિગત

2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 એપ્રિલ, 2024 ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inનીમુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો