Birds nature club

Lakhota Nature Clubs: જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા પક્ષી નિર્દેશન કાર્યક્રમ ને ભવ્ય સફળતા.

Lakhota Nature Clubs: રણમલ તળાવ પર પક્ષીની માહિતી મેળવવા વહેલી સવારમાં ૧૦૦ થી વધુ યુવા પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૩ ઓક્ટોબર:
Lakhota Nature Clubs: જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિક ની ઉજવણી ના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગ રૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં શહેરભર માંથી અનેક પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

જામનગરના રણમલ તળાવ ખાતે યોજવામાં આવેલા પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૦૦ થી વધુ પક્ષીપ્રેમીઓનું સ્વાગત લાખોટા નેચર કલબના (Lakhota Nature Clubs) પ્રમુખ જગત રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પક્ષીઓને માહિતી જામનગરના જાણીતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા અને હિરેનભાઈ ખમભાયતા દ્વારા આપવામાં આવી હતી.

Lakhota Nature Clubs

જામનગર નું રણમલ તળાવ દેશ વિદેશ ના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક,આશરો અને સલામતી મળી રહેતી હોય અહીં 130 થી વધુ પ્રજાતિ ના હજારો પક્ષીઓ જોવા મળે છે, તાજેતરમાં આવેલા વરસાદ બાદ તળાવ છલોછલ ભરાય ગયું હોય પક્ષીઓ પણ વધુ સંખ્યામાં બચ્ચા સાથે જોવા મળે છે, હાલ કોરમોરેન, કોમડક, કુટ, પરપલ હેરન, સિગલ, કેસ્ટેડ ગ્રીબ અને ટન, કિંગ ફિશર, બ્લેક આઈબીશ વિગેરે જોવા મળે છે.

Advertisement
Lakhota Nature Clubs

લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા આયોજિત પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ૧૦૦ થી વધુ યુવા પક્ષી પ્રેમીઓએ પક્ષીઓ ના ખોરાક તેમની ટેવ અને કલર વિશે માહિતી મેળવી હતી, આ પ્રોજેકટ ને સફળ બનાવવા કલબના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ કમલેશ રાવત, સુરજ જોષી, ખજાનચી જય ભાયાણી, સહમંત્રી મયુર નાખવા, વૈભવ ચુડાસમા, શબિરર વીજળીવાળા, મંયક સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, સંજય પરમાર, અરુણકુમાર રવિ, જીત સોની અને નીરવ રામ્યા વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

Whatsapp Join Banner Guj