Aryan khan taking drugs

Cruise Rave party drugs case: હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીને લઈને ચોંકાવનારા ખુલાસા, અંડરવેયર, પેન્ટની સિલાઇમાં સંતાળ્યું હતું ડ્રગ્સ

Cruise Rave party drugs case: NCBના અધિકારીઓ મુસાફરના સ્વાંગમાં દરોડો પાડવા પહોંચ્યા

મુંબઇ, 03 ઓક્ટોબરઃ Cruise Rave party drugs case: મુંબઈથી ગોવા જતા ક્રુઝ શીપ પર પકડાયેલી હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એનસીબીના સુત્રોનુ કહેવુ છે કે, ક્રુઝ પર પાર્ટી માટે સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતુ. કોઈએ પેન્ટની સિલાઈમાં તો કોઈએ શર્ટના કોલરમાં તો મહિલાઓએ પર્સના હેન્ડલમાં ડ્રગ્સ સંતાડ્યુ હતુ.કેટલાક લોકોના અન્ડરવેરમાંથી પણ ડ્રગ્સ પકડાયુ છે.

એનસીબીએ જે આઠ લોકોની અટકાયત કરી છે તે નીચે પ્રમાણે છે.

  • આર્યન ખાન
  • મુનમુન ધામેચા
  • અર્બાઝ મરચન્ટ
  • ઈસમિત સિંહ
  • નુપુર સારિકા
  • વિક્રાંત છોકર
  • ગોમિત ચોપડા
  • મોહક જયસ્વાર

ઉલ્લેખનીય છે કે, આ પાર્ટી (Cruise Rave party drugs case)કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામન શિપ પર યોજાઈ હતી. એનસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે આ શિપ મુંબઈથી બે ઓક્ટોબરે નિકળવાનુહ તુ અને ગોવા પહોંચ્યા વગર 3 ઓક્ટોબરે દરિયામાંથી અધવચ્ચે જ પાછુ ફરવાનુ હતુ.દરમિયાન એનસીબીના અધિકારી સમીર વાનખેડેને આ પાર્ટી અંગે બાતમી મળી હતી.તેમણે જ્યારે ચેક કર્યુ ત્યારે ખબર પડી હતી કે, ક્રુઝની લગભગ તમામ ઓનલાઈન ટિકિટ બૂક થઈ ચુકી છે.કેટલીક સીટો ખાલી હતી.આ તમામ સીટો એનસીબીએ બૂક કરી લીધી હતી અને મુસાફરના સ્વાંગમાં એનસીબીની ટીમ જહાજ પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચોઃ Bhabanipur vidhansabha election Didi win: ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનરજીનો રેકોર્ડબ્રેક 58832 મતે શાનદાર વિજય

મુંબઈથી શિપ રવાના થયાના ગણતરીના કલાકોમાં જ એનસીબીએ કાર્યવાહી શરુ કરી દીધી હતી.ક્રુઝમાં તે સમયે લગભગ 1000 યાત્રીઓ સવાર હતા.હાલના તબક્કે એનસીબી દ્વારા બાર જેટલા લોકોને ડીટેન કરાયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. મુંબઈ માટે રેવ પાર્ટી નવી વાત નથી.આ પહેલા પણ મુંબઈમાં યોજાયેલી ઘણી રેવ પાર્ટીઓ પર પોલીસ દરોડો પાડી ચુકી છે.

Whatsapp Join Banner Guj