Rishabh Pant car accident

Rishabh Pant car accident: ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને થયો અકસ્માત, શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ…

Rishabh Pant car accident: કારમાં આગ લાગ્યા બાદ બારી તોડીને બહાર આવ્યો ઋષભ પંત, કરાવવી પડશે પ્લાસ્ટિક સર્જરી…

ખેલ ડેસ્ક, 30 ડિસેમ્બર: Rishabh Pant car accident: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં રિષભ પંતને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ થઈ છે. આ દુર્ઘટના આજે સવારે રૂરકીના ગુરુકુલ નરસાન વિસ્તારમાં થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઋષભ પંતની કાર સંપૂર્ણપણે નાશ પામી હતી.

મળતી માહિતી મુજબ 25 વર્ષીય ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે કારની બારી તોડીને બહાર આવ્યો હતો. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. હાલમાં તેને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યો છે.

રિષભ પંત સાથેની આ ઘટનાના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકોની ચિંતા વધી ગઈ છે. હાલ તેઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PM Modi mother heeraba passed away: PM મોદીના માતા હીરાબાનું નિધન, પીએમએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું