Train merger news: સાબરમતી-જોધપુર અને જોધપુર-જેસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું મર્જર, જાણો વિસ્તારે…

Train merger news: મુસાફરોને રામદેવરા જવા માટે સીધી કનેક્ટિવિટી મળશે

અમદાવાદ, ૨૮ જુલાઈ: Train merger news: રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 14804/14803 સાબરમતી-જોધપુર-સાબરમતી અને ટ્રેન નંબર 14810/14809, જોધપુર-જેસલમેર-જોધપુર ટ્રેનોનું મર્જર કરવામાં આવી રહેલ છે. હવે આ ટ્રેન નંબર 14804/14803, સાબરમતી-જેસલમેર-સાબરમતી તરીકે સંચાલિત થશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તા અમદાવાદ ના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 14804/14803 સાબરમતી-જેસલમેર-સાબરમતી (દૈનિક)

ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ 31મી જુલાઈ થી સાબરમતી થી 21.45 કલાકે ઉપડીને 00:45 કલાકે ભીલડી, બીજા દિવસે 06:05 કલાકે જોધપુર તથા 12.40 કલાકે જેસલમેર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ 01 ઓગસ્ટ થી જેસલમેરથી 15.00 કલાકે ઉપડીને 21:10 કલાકે જોધપુર, બીજા દિવસે 02:23 કલાકે ભીલડી અને 05.30 કલાકે સાબરમતી પહોંચશે.

આ પણ વાંચો: Parth Chatterjee was removed from the post of minister: સરકાર પણ લાંછન લાગે તે પહેલાં જ મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને મંત્રીપદેથી હટાવ્યા- વાંચો વિગત

ઉપરોક્ત ટ્રેનોનો અન્ય સ્ટેશનો પર હોલ્ટ્સ અને સંચાલન સમય યથાવત રહેશે. ઉપરોક્ત ટ્રેનોના ટ્રેનના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Gujarati banner 01