Partha Chatterjee scam case update

Parth Chatterjee was removed from the post of minister: સરકાર પણ લાંછન લાગે તે પહેલાં જ મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને મંત્રીપદેથી હટાવ્યા- વાંચો વિગત

Parth Chatterjee was removed from the post of minister: શિક્ષક ભરતી કૌભાંડમાં ED દ્વારા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે

નવી દિલ્હી, 28 જુલાઇઃ Parth Chatterjee was removed from the post of minister: પશ્ચિમ બંગાળના ઈન્ડસ્ટ્રી પ્રધાન પાર્થ ચેટરજી પર કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપ બાદ ઈડીની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવતા અંતે મમતા બેનર્જી સામે ચેટરજીને પદભ્રષ્ટ કરવા અનેક ફરિયાદો મળી હતી. અંતે સરકાર પણ લાંછન લાગે તે પહેલાં જ બેનર્જીએ પાર્થ ચેટરજીને પ્રધાનપદેથી હટાવ્યા છે.

અહેવાલ અનુસાર ફરિયાદો અને સરકાર પર ખતરો આવે તે પહેલાં મમતા સરકારે પાર્થ ચેટર્જી પર કડક કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ચેટરજીનું નામ આવ્યા બાદ તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પાર્થ ચેટર્જી મમતા સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. તેઓ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે આ આ SSC કૌભાંડ થયું હતુ અને તે સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે.

શિક્ષક ભરતી કૌભાંડમાં ED દ્વારા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે. અર્પિતા મુખર્જીની ધરપકડ બાદ બાદ પાર્થની પણ ધરપકડ કરવામાં આવી હતી. અર્પિતાના ઘરે પાડવામાં આવેલા દરોડામાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ઉઠ્યો હતો.

આ પણ વાંચોઃ Shamita raqesh breakup:શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું થયું બ્રેકઅપ, બિગબોસમાં આવ્યા હતા એકબીજાના નજીક

બુધવારે અર્પિતાના બીજા ઘરે પાડવામાં આવેલ બીજા દરોડામાં પણ લગભગ 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સાથે જ ત્યાંથી અંકે કિલો સોનું પણ મળી આવ્યું હતું. EDનું માનવું છે કે આ એ જ પૈસા છે જે શિક્ષક ભરતી કૌભાંડમાં લાંચ તરીકે લેવામાં આવ્યા હતા. આ સિવાય તપાસ એજન્સીને અમુક નક્કર પુરાવા અને ફાઇલ પણ દરોડા દરમિયાન મળ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ગુરૂવારે યોજાયેલ પશ્ચિમ બંગાળ કેબિનેટની બેઠકમાં ચેટરજીને હટાવવાનો નિર્ણૅય લેવામાં આવ્યો છે. તેમની પાસે રહેલ ઉદ્યોગ અને IT ખાતું મમતા બેનર્જીએ પોતાની પાસે લીધું છે.

જોકે રસપ્રદ વાત એ છે કે મમતા બેનર્જીએ સોમવારે ફરીથી કેબિનેટની બેઠક બોલાવી છે. રસપ્રદ એટલા માટે કારણકે કેબિનેટની બેઠક સામાન્ય રીતે દર બે અઠવાડિયામાં એકવાર થાય છે અને ભારે ઉથલપાથલ વચ્ચે 4 દિવસના ગાળામાં જ બીજી વખત બેઠક બોલાવિ છે. એ વાત પણ ન ભૂલવી જોઈએ કે ગઈકાલે જ બીજેપીમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે તૃણમૂળ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને તેમાંથી પણ 21 તો મારા સીધા વ્યક્તિગત સંપર્કમાં છે.

આ પણ વાંચોઃ Spice jet ordered to operate only 50% of flights for 8 weeks: ટેકનિકલ ખામી સર્જાયા બાદ ડીજીસીએનું પગલું, સ્પાઈસ જેટને 8 સપ્તાહ સુધી 50 ટકા જ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો આદેશ

Gujarati banner 01