aap pulwama tribute 2

Tribute to Pulwama Martyrs: પુલવામાં 40 શહીદ થયેલા જવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અપાઈ

  • કુબેરનગર રાજાવીર સર્કલ, નરોડા પાટીયા સુધી પગપાળા કેન્ડલ માર્ચ

Tribute to Pulwama Martyrs: આમ આદમી પાર્ટીના નરોડા વિધાનસભાના કાર્યકરોની શહીદ જવાનોને અલગ જ રીતે શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદ, 14 ફેબ્રુઆરી: Tribute to Pulwama Martyrs: વિશ્વભરમાં 14મી ફેબ્રુઆરી એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ બે વર્ષ પહેલાં આજ દિવસે દેશના 40 જવાનોને અંતકવાદીઓએ આર. ડી.એક્સ.થી આત્મઘાતી હુમલો કરતા શહીદ થયા હતા. આ શહીદોની સહદતને શ્રદ્ધાંજલિ (Tribute to Pulwama Martyrs) આપવા આમ આદમી પાર્ટીના નરોડા વિધાનસભાના કાર્યકરોએ પગપાળા કેન્ડલ માર્ચ કરી હતી.

aap pulwama tribute

દેશભરમાં 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે તરીકે લોકો ઉજવણી કરી રહ્યા છે. આ દિવસે દેશ ના ઇતિહાસમાં એક સાથે 40 જવાનોને એકસાથે બૉમ્બ મારો કરી હત્યા કરી દેવામાં આવી હતી. આજ દિન સુધી 40 જવાનોના હત્યારા ખુલ્લા ફરી રહ્યા છે.આ ઘટના પાછળના કોઈ પણ કારણ કેન્દ્ર સરકાર અત્યાર સુધી જાણી શકી નથી.જે બાબત દુઃખદ છે.

આ પણ વાંચો: valentine day celebration:વેલેન્ટાઈન વડીલો સાથેની થીમના કાર્યક્રમમાં 150 કરતા વધારે વડીલો ઉપસ્થિત રહીને ઉજવણીમાં સહભાગી થયા

ગુજરાતમાં દિલ્લી મોડેલ માટે આમ આદમી પાર્ટી પોતાની કમર કસી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. આ વખતે ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટીને પોતાનો મત આપવા મક્કમ છે. આમ આદમી પાર્ટી નરોડા વિધાનસભા ના કાર્યકર્તા જ્યેન્દ્ર અભવેકર, મનોજભાઈ ગહેલોત, ગીતાબેન સુંદરવા, દિનેશ પંચાલ,પરેશ તુલસીયાની, આશાબેન થદાની, રીંકુબેન સિંઘણીયા, મેહુલભાઈ પરમાર સહિતના કાર્યકતાઓએ શહીદ જવાનોને પગપાળા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Gujarati banner 01