Jio Platforms will invest in Glance: જિયો પ્લેટફોર્મ્સ ગ્લાન્સમાં US$ 200 મિલિયનનું મૂડીરોકાણ કરશે

Jio Platforms will invest in Glance: વૈશ્વિક સ્તરે સ્માર્ટફોનના લૉક સ્ક્રીન પર ઇન્ટરનેટ લાવવાના ગ્લાન્સના વિઝનને ઝડપી બનાવવા માટેનું મૂડીરોકાણ

  • Jio Platforms will invest in Glance: લોક સ્ક્રીન પર સીધું ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવીને ગ્લાન્સ ઇન્ટરનેટના ઉપયોગની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે – જેમાં સર્ચ કરવાની જરૂરિયાતને દૂર કરીને અને એપ્લિકેશનો ડાઉનલોડ કરવાના અવરોધોને તોડી નાખવામાં આવે છે
  • તે એશિયામાં વૃદ્ધિને બમણી કરવા તેમજ યુએસએ, બ્રાઝિલ, મેક્સિકો અને રશિયા સહિતના મુખ્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવા માટે એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે.
  • લાખો જિયો વપરાશકર્તાઓ માટે લૉક સ્ક્રીન પર લાઇવ કન્ટેન્ટ લાવવા જિયો પ્લેટફોર્મ્સ અને ગૂગલ દ્વારા સાથે મળીને વિકસાવાયેલી ક્રાંતિકારી પ્રગતિ OSમાં ગ્લાન્સની ટેક્નોલોજી એકીકૃત કરાશે
  • ગ્લાન્સનું મનોરંજન-આધારિત કોમર્સ પ્લેટફોર્મ Roposo જિયોના વપરાશકર્તાઓને તેમના લૉક સ્ક્રીન પર લાઇવ ક્રીએટર કોમર્સની અનુકૂળતા ઊભી કરી આપશે

સિંગાપોર / મુંબઈ, ફેબ્રુઆરી 14, 2022: Jio Platforms will invest in Glance; ગ્લાન્સ, એક અગ્રણી AI-સંચાલિત લોક-સ્ક્રીન પ્લેટફોર્મ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“Jio”) પાસેથી તેના સિરીઝ ડી રાઉન્ડના ફંન્ડિંગમાં US$200 મિલિયન એકત્ર કરવા સંમતિ સાધવામાં આવી છે. આ વ્યવહાર તમામ શરતો અને નિયમનકારી મંજૂરીઓની પૂર્તતાને આધીન રહેશે.

જિયો દ્વારા સૂચિત રોકાણનો ઉદ્દેશ્ય એશિયાની બહારના કેટલાક મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારો જેમ કે યુએસએ, બ્રાઝિલ, મેક્સિકો અને રશિયામાં ગ્લાન્સના લોન્ચિંગને વેગ આપવાનો છે. કંપની લૉક સ્ક્રીન પર વિશ્વની સૌથી મોટી લાઇવ કન્ટેન્ટ અને કોમર્સ ઇકોસિસ્ટમ ઊભી કરવાનું લક્ષ્ય ધરાવે છે અને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા માટે એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે. જિયો પ્લેટફોર્મ્સ ઉપરાંત, ગ્લાન્સને ટેક્નોલોજી જાયન્ટ ગૂગલ અને સિલિકોન વેલી-સ્થિત વેન્ચર ફંડ મિથ્રિલ કેપિટલનું પણ સમર્થન છે.

સૂચિત રોકાણની સાથે સાથે, ગ્લાન્સે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“Reliance Retail”) સાથે બિઝનેસ પાર્ટનરશિપ પણ કરી છે, જેના થકી ગ્લાન્સના ‘લૉક સ્ક્રીન પ્લેટફોર્મ’ને જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોન્સમાં એકીકૃત કરી લાખો જિયો વપરાશકર્તાઓના ઇન્ટરનેટના ઉપયોગ કરવાના અનુભવને ધરમૂળથી બદલાઈ જશે. મોબાઇલ ઇકોસિસ્ટમમાં ગ્લાન્સ અને વૈશ્વિક ખેલાડીઓ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની શ્રેણીમાં આ નવીનતમ જોડાણ છે. આ સોદો ગ્લાન્સ, રિલાયન્સ રિટેલ અને જિયો વચ્ચે ઉપકરણો, વાણિજ્ય, સામગ્રી અને ગેમિંગ ઇકોસિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક સહયોગ તરફ દોરી જશે તેવી અપેક્ષા છે.

આજે, ગ્લાન્સનું લૉક સ્ક્રીન પ્લેટફોર્મ એશિયાના બજારોમાં 400 મિલિયન કરતાં વધુ ઉપકરણો વપરાય છે. ગ્લાન્સે વપરાશકર્તાઓ માટે સર્ચ કર્યા વિના, કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના અથવા તેમના ફોનને અનલોક કર્યા વિના ઇન્ટરનેટનો શ્રેષ્ઠ અનુભવ કરવાનું શક્ય બનાવ્યું છે. તેણે વ્યક્તિગત અનુભવ, AI-સંચાલિત સામગ્રી, લાઈવ એન્ટરટેઇનમેન્ટ કોમર્સ અને લોક સ્ક્રીન પર ગેમિંગ શક્ય બનાવીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની પદ્ધતિ જ બદલી નાખી છે.

Gujarati banner 01

છેલ્લા 5 વર્ષમાં ભારતીય ડિજિટલ સર્વિસ ઇકોસિસ્ટમ પર ઊંડી છાપ છોડીને ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમમાં ધરખમ પરિવર્તન લાવવામાં જિયોએ અગ્રણી ભૂમિકા અદા કરી છે. જિયોનો ઉદ્દેશ્ય નવીનતાને, ટેક-ડિજિટલ સ્પેસમાં એન્ટરપ્રાઇઝ અને સોલ્યુશન્સને સમર્થન આપવાનો છે અને ભારતીય બજાર માટે ડિજિટલ પરિવર્તનો આણનારાઓમાં સૌથી મોટા ખેલાડીઓમાં જિયો અગ્રણી સ્થાન ધરાવે છે, જેની પાસે નેક્સ્ટ લેવલની ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિક ટીમોનું પીઠબળ પણ છે.

ગ્લાન્સમાં આ મૂડીરોકાણ અંગે બોલતાં જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું કે, “ગ્લાન્સે છેલ્લા બે વર્ષમાં અસાધારણ ગતિએ વિકાસ સાધ્યો છે અને ઈન્ટરનેટ, લાઈવ કન્ટેન્ટ, ક્રીએટર ડ્રીવન કોમર્સ અને ગેમિંગનો અનોખો અનુભવ કરવા માટે લૉક સ્ક્રીનની શક્તિને અનલૉક કરીને વપરાશકર્તાઓને ખરેખર અનન્ય ઉકેલ આપ્યો છે. આ મૂડીરોકાણની મદદથી ગ્લાન્સ અનેક મહત્વના વૈશ્વિક બજારોમાં લોન્ચ થવાની અને જિયોના લાખો વપરાશકર્તાઓ સુધી આ ટેક્નોલોજીના અનુભવનો વિસ્તાર કરવાની અપેક્ષા રાખે છે, તેની સાથે ભારતમાં અને અન્ય દેશોના ગ્રાહકો માટે ડિજિટલ ઇકોસિસ્ટમને સૌથી અદ્યતન અને નેક્સ્ટ લેવલની ટેક્નોલોજી પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પણ વધુ મજબૂત બનાવશે.”

ઇનમોબી ગ્રૂપના સ્થાપક અને સીઇઓ નવીન તિવારીએ જણાવ્યું કે, “શ્રી મુકેશ અંબાણી મારા શરૂઆતના દિવસોથી જ મારા માટે પ્રેરણાનો ખૂબ જ મોટો સ્ત્રોત રહ્યા છે અને જિયો અમારી સફરમાં વ્યૂહાત્મક ભાગીદાર બને તે મારા માટે સન્માનની વાત છે. ગ્લાન્સમાં જિયોનું રોકાણ દૃષ્ટિ અને ફિલસૂફીનો ઊંડો સમન્વય લાવી રહ્યું છે. જિયો ખરેખર એક ક્રાંતિકારી કંપની છે. તેણે લાખો વપરાશકર્તાઓ માટે ઈન્ટરનેટ સુલભ બનાવવાની સાથે સાથે ભારતને વિશ્વના સૌથી મોટા ઈન્ટરનેટ બજારોમાંનું એક બનાવ્યું છે. રિલાયન્સ હવે તેના જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનના લોન્ચ સાથે સ્માર્ટફોન માર્કેટને પણ એક નવી જ દિશા આપી રહ્યું છે. જિયોનું ગ્લાન્સમાં મૂડીરોકાણ અને જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનના લોક સ્ક્રીન પર ગ્લાન્સની હાજરી ઇન્ટરનેટના ઉપયોગના અનુભવને એક નવો જ આયામ આપશે.”

Tribute to Pulwama Martyrs: પુલવામાં 40 શહીદ થયેલા જવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અપાઈ

ઇનમોબી ગ્રૂપના સહસ્થાપક અને ગ્લાન્સના પ્રેસિડેન્ટ તથા સીઓઓ પીયૂષ શાહે જણાવ્યું કે, “ગ્લાન્સે એશિયામાં લાઇવ કન્ટેન્ટ, કોમર્સ અને ગેમિંગ માટે લોક સ્ક્રીન-ફર્સ્ટ ડિસ્કવરીનું ક્રાંતિકારી પ્લેટફોર્મ વિકસાવ્યું છે, અને અમે આ ટેક્નોલોજીને વૈશ્વિક સ્તરે લઈ જવા માગીએ છીએ. અમારા આ વિઝનને જિયોના મૂડીરોકાણે ખૂબ જ મહત્વનું બળ પૂરું પાડ્યું છે અને સમગ્ર વિશ્વ સુધી ગ્લાન્સના અનુભવને લઈ જવા માટેનું જોમ પૂરું પાડ્યું છે. અમે સાથે મળીને ભવિષ્ય માટેના કન્ટેન્ટ, ક્રીએટર અને કોમર્સ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે તૈયાર છીએ.”

ગ્લાન્સ તરફે મોર્ગન સ્ટેન્લી ખાસ નાણાકીય સલાહકાર અને ખૈતાન એન્ડ કંપની કાયદાકીય સલાહકાર હતા. જિયો પ્લેટફોર્મ્સ તરફે વ્હાઇટ એન્ડ કેસ એન્ડ કે લો કાયદાકીય સલાહકાર તરીકે તથા અર્ન્સ્ટ એન્ડ યંગ હિસાબી અને કરવેરા અંગેના સલાહકાર રહ્યા હતા.