praveg q3

Praveg Q3 Results: પ્રવેગ Q3 રીઝલ્ટ્સ; ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.3% વધીને રૂ. 546 લાખ

અમદાવાદ,14 ફેબ્રુઆરી: Praveg Q3 Results: પ્રવેગ કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડે (PCIL) તેના ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરના પરિણામોની જાહેરાત તારીખ 10 ફેબ્રુઆરી, 2022ના રોજ કરી રૂ. 546.60 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાનો નફો રૂ. 509.45 લાખથી 7.3%ના દરે વધારો દર્શાવે છે.

કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જમાં કરાયેલી નિયમનકારી ફાઇલિંગ મુજબ, ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે કંપનીની આવક ગયા વર્ષના સમાન સમયગાળાને સરખાવતા રૂ. 2330.66 લાખથી વધીને રૂ. 2829.40 લાખ, એટલે કે 21.40% વધી છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પારસ પટેલે જણાવ્યું હતું કે, (Praveg Q3 Results) “કોરોના રોગચાળાની અસર હોવા છતાં, અમે આ ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની આવનાર સમયમાં વેગવાન વૃદ્ધિ હાંસલ કરવા માટે તૈયાર છે.

Gujarat Best Destination for Investment: ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Praveg Q3 Results: પ્રવેગ કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ એક્ઝિબિશન મેનેજમેન્ટ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી અને પબ્લિકેશન જેવા વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં તેના મજબૂત નેતૃત્વ માટેપ્રખ્યાત છે.કંપની નજીકના ભવિષ્યમાં તેના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને બહુવિધ વૃદ્ધિ માટે શ્રેષ્ઠ સંભવિત પરિસ્થિતિઓ સ્થાપિત કરવા તૈયાર છે. સમયની સાથે આગળ વધીને પ્રવેગ એક અદ્યતન ગુજરાતી ન્યૂઝ ચેનલની શરૂઆત સાથે આ ક્ષેત્રમાં તેનું વિશિષ્ટ સ્થાન બનાવીને સફળતાના વારસાને આગળ ધપાવશે.

Gujarati banner 01