Volleyball competition

Volleyball competition: કર્ણાવતી મહાનગર ક્રીડા ભારતી દ્વારા વૉલીબૉલ સ્પર્ધા યોજાઈ જેમાં 16 ટીમો સહભાગી બની

અમદાવાદ, 26 એપ્રિલ, Volleyball competition: શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી અને ક્રીડા ભારતી સ્થાપના દીવસ નિમિત્ત કર્ણાવતી મહાનગર ક્રીડા ભારતી દ્વારા મોટેરા ખાતે નાઈટ વૉલીબૉલ સ્પર્ધા યોજાઈ જેમાં વિવિઘ વિસ્તારોની 16 ટીમો સહભાગી બની.

whatsapp banner

કાર્યક્રમના પ્રારંભમાં હનુમાન ચાલીસાનું પઠન અને કોરસમાં બહેનો દ્વારા ખેલ ખિલાડી ખેલ ગીત રજુ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ નો ઉત્સાહ વધારતા મુખ્ય વક્તા દ્વારા હનુમાનજીના ગુણ જ્ઞાન અને શક્તિ ની વાત કરતાં સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સક્ષમ બની ખેલાડીઓને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી રમવા માટે આહવાન કર્યું. સાથે સમાજ ઉપયોગી જીવન બને અને આવનારા લોકશાહી પર્વમાં 100% મતદાન કરાવવા સૌને અનુરોધ કરવામાં આવ્યો.

આ પણ વાંચો:- Large public meeting in Porbandar: ડૉ મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડીયા ની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન

કાર્યક્રમમા મહાનગર અધ્યક્ષ આનંદભાઈ પટેલ, ઉપાધ્યક્ષ સુરેન્દ્રભાઈ ચિખલકર, ઉપાઘ્યક્ષ પ્રતાપસિંહ ઝાલા,મહાનગર મંત્રી રશ્મિકાંત જોષી, તથા ક્રીડા ભારતીના સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો