arjun modwadi public meeting in porbander

Large public meeting in Porbandar: ડૉ મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડીયા ની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન

  • ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને ખારવા સમાજ દ્વારા ખુલ્લું સમર્થન: ખારવાસમાજ દ્વારા ભાજપ તરફી થશે જંગી મતદાન
  • સમાજના પ્રશ્નો પણ રજુ કરીને ઉકેલ માટે મદદરૂપ બનવા ઉમેદવારો ને અપીલ કરવામાં આવી
whatsapp banner

પોરબંદર, 26 એપ્રિલ: Large public meeting in Porbandar: પોરબંદરમાં લોકસભા-વિધાનસભા ના ઉમેદવારો ની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન યોજાતા મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને ખારવા સમાજ દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું હોવાથી ખારવા સમાજ દ્વારા ભાજપ તરફી જંગી મતદાન ની ખાતરી આપવામાં આવી હતી. સમાજના પ્રશ્નો પણ રજુ કરીને ઉકેલ માટે મદદરૂપ બનવા ઉમેદવારો ને અપીલ કરવામાં આવી હતી.

ડૉ મનસુખભાઇ માંડવિયાનુ પ્રવચન
ડૉ મનસુખભાઇ માંડવિયા એ તેમના પ્રવચન માં જણાવ્યું હતું કે, આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિશાળ જનમેદની એ ભારતીય જનતા પાર્ટી નો વિજય સુનિશ્ચિત કરે છે અને મને ખુશી એ વાત ની છે કે , મારી ઉમેદવારી ના ફોર્મ માં કોઈ આગેવાને સહી નથી કરી પરંતુ મારી ખારવા સમાજની બહેને દરખાસ્ત કરી છે, એનો અર્થ એ થયો કે, મને આપ સૌ ચૂંટણી લડાવી રહ્યા છો, સમય બદલાયો છે, અત્યારે ઇલેક્ટ્રોનીક અને પ્રિન્ટ મીડિયા થી આગળ વધી ને સોશ્યલ મીડિયા નો જમાનો છે. દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ ને આંગળી ના ટેરવે જોઈ શકાય છે, દેશ માં થઇ રહેલા પરિવર્તનો આપણે ન જોઈ શક્યે તેવો સમય નથી, દેશ બદલી રહ્યો છે, નવા ભારત નું નિર્માણ થઇ રહ્યું છે, આપ સૌ અહીંયા ભારતીય જનતા પાર્ટી ને સમર્થન આપવા એકત્રિત થયા છો ને તો એવું નહિ વિચારતા કે અમારો સમય અમે સભા માં જઈ ને બગાડી રહ્યા છીએ.

તમે અહીં સભામાં આવો છો અને ભાજપ ને સમર્થન કરો છો એટલે એક યુગ પરિવર્તન ના સાક્ષી બનો છો, યુગ પરિવર્તન થઇ રહ્યો છે, અને તેના સાક્ષી થવું એ ગૌરવ ની વાત છે, એવું ક્યારેય વિચારવાની આવશ્યકતા નથી કે અમે તો સામાન્ય ખારવા લોકો છીએ, આ દેશ બદલવાની જવાબદારી તો મોટા લોકો ની છે અમે શું કરી શકીયે, તમારો એક એક મત કિંમતી છે, અને ઇતિહાસ તેનો ગવાહ છે, ભગવાનશ્રી કૃષ્ણ પરમાત્મા હતા, ગૌવર્ધન પર્વત જયારે ઉચક્યો ત્યારે તેમના માટે ગૌવર્ધન પર્વત ઉંચકવો એ મોટી વાત નહોતી પરંતુ તેમણે ટેકો લીધો હતો ગોવાળીયાનો અને એ ગોવાળીયા પણ આજે ઇતિહાસના પન્ના ઉપર અમર થઈ ગયા છે, તેઓ એ માતા સીતા નો પ્રસંગ પણ ટાંક્યો હતો.

આ પણ વાંચો:- Gujarat ATS Operation: ગુજરાત ATS ગેરકાયદેસર 25 પિસ્તોલ અને 90 રાઉંડ સાથે 6 આરોપીઓ ને ઝડપી લીધી

તેઓ એ વધુ માં જણાવ્યું હતું કે, દેશ આગળ વધી રહ્યો છે દુનીયા જોઈ રહી છે, કોરોના મહામારી માં આપણે આપણી વિરાસત માંથી પ્રેણા લઈ ને દુનિયાને મદદ કરી હતી. દુનિયાના દેશો મોદીજીને ફોન કરતા હતા કે તમો અમોને મદદ કરો તેમ જણાવી ને કોરોનાકાળ માં દેશ વિદેશમાં કરેલી કામગીરી લોકો સમક્ષ મૂકી હતી. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને લાવવા માટે વડાપ્રધાન મોદીજી એ યુક્રેન અને રશિયાના પ્રેસિડેન્ટ ને ફોન કરતા તેઓ ભારતીય વિદ્યાર્થીઓ ભારત માતા કી જાય અને વંદેમાતરમ ના જયઘોષ સાથે આવી પહોંચ્યા હતા.

arjun modwadia Large public meeting in Porbandar

ભારતના વડાપ્રધાને વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે અને આઝાદીના 100 માં વર્ષે ભારત વિકસિત હોય તે પ્રકારે આયોજન કર્યું છે. મારી ઉંમર ના લોકો એવો પાઠ ભણતા હતા કે, ચંદ્રગુપ્ત મોર્ય નો સુવર્ણકાળ હતો. હવે 50 વર્ષ પછી ની જનરેશન નરેન્દ્ર મોદી નો સુવર્ણ યુગ તેવો પાઠ ભણશે અને તેમાં મોદી સરકારની સિદ્ધિઓ નો ઉલ્લેખ હશે તેમ વિસ્તૃત જણાવ્યું હતું. નવા ઇતિહાસ ના સાક્ષી બનવા માટે, આપણી ભાવિ પેઢી ગૌરવ લઇ શકે ખારવા સમાજ ને જંગી મતદાન માટે અપીલ કરી હતી અને ખારવા સમાજ ને અભિનંદન પાઠવ્યા હતા.

અર્જુનભાઈ મોઢવાડીયા નું પ્રવચન
અર્જુનભાઈ મોઢવાડીયા એ 7 તારીખે ભાજપ ને મત આપવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, દરિયાઈ જીવશ્રુષ્ટિ સચવાઈ રહે તે આપણા સૌ ની જવાબદારી છે, દરિયાને આપણે બગાડીએ છીએ, દરિયાને આપણે સાચવી રાખ્યે તે આપણા સૌ ની ફરજ છે, ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના આખા સમાજ ને ધ્યાનમાં રાખી ને આપણે રજૂ કરી છે, જયારે ભારત દેશની શોધ માટે વાસ્કો ડી ગામા નીકળ્યા ત્યારે તેમના વહાણ ના ટંડેલ કાનજી માલમ એ પણ ખારવા હતા. આખું વહાણવટું દેશની અંદર લઈ જનાર ખારવા સમાજના લોકો છે.

સાહસિકતા, નીડરતા, કોઠાસૂઝ નસેનસ માં પડેલી છે, ત્યારે પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત આપણે સૌ એ નરેન્દ્રભાઈ ને બેસાડવાના છે, નરેન્દ્રભાઈ ને એટલા માટે બેસાડવાના છે કે, દેશ ને રૂડો રૂપાળો બનાવવો હોય, દેશનો ચહેરો બદલવો હોય, તેઓ એ વિકસિત ભારત નુ સૂત્ર આપેલુ છે. તેમાં વિકસિત ગુજરાત પણ આવી જાય, વિકસિત પોરબંદર પણ આવી જાય અને વિકસિત ખારવા સમાજ પણ આવી જાય. જેને મોદી ટચ મળે છે તેનો ચહેરો બદલાઈ જાય છે. ગુજરાત ની અંદર રણ છે કચ્છ ના રણ ની અંદર, ખાવડા બોર્ડર થી 100 કિમિ સુધી ક્યાંય માણસ ની વસ્તી જોવા ન મળે, ઉનાળામાં ચામડી બળી જાય, શિયાળા માં ઠરી જવાય, ભુજ ના લોકો ને બંકર માં રહેવું પડે એ દરિયા ની અંદર રણ ઉત્સવ ઉજવવા નું નક્કી કર્યું, રણ ની અંદર ઉત્સવ ઉજવવો છે એમ કહીએ તો કોણ ત્યાં જાય, પણ આ તો મોદી સાહેબ હતા, બધા ટીકા કરતા હતા પણ એ રણ ની અંદર રણોત્સવની અંદર 3 મહિના સુધી ટેન્ટ કે રેસ્ટોરન્ટ માં જગ્યા ન મળે તેટલા લોકો ઉમટી પડે છે.

હવે રણ ની અંદર વિન્ડમીલ અને સોલાર ના પ્લાન થી 3 વર્ષ ની અંદર 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન થવાની છે, વિચાર કરો કે કેટલું પરિવર્તન આવશે. તેમ જણાવી ને તેઓ એ વારાણસી, અયોધ્યા, દ્વારકા, સોમનાથ, સાસણ ના વિકાસ તરફ ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે, માધવપુર – હર્ષદ અને વચ્ચે પોરબંદરમાં વિશ્વનું એકમાત્ર સુદામાજી નું મંદિર અને મહાત્માગાંધીજી નું જન્મ સ્થાન, બરડા ડુંગર કે જ્યાં સિંહ આવી ગયા છે, અહીંયા વિશાળ દરિયા કિનારો છે માત્ર તેને જગાડવાની જરૂર છે, દાયકાઓ પછી હું આ ખારવા સમાજ માં આ મેદની જોઈ રહ્યો છું, 7 તારીખે મનસુખભાઇ ને મત આપવાનો છે, તેઓ પેલા કેબિનેટમંત્રી છે, તેઓ એ કોરોનાકાળમાં કાબિલે તારીફ કામગીરી કરી છે.

આપણે મોસાળે જમણ ને માં પીરસનાર તેવું છે, ખારવા સમાજ પછી માછીમારી નો કોઈ ને વધુ નોલેજ હોય તો તે મને અને મનસુખભાઇ ને છે, વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો માછીમારી ના મેં રજુ કર્યા છે, એટલે મારી બધાને વિનંતી છે કે,આ મોકો ચુકતા નહિ. સમાજે રજુ કરેલ બધા જ પ્રશ્નો બધા ધ્યાનમાં છે, અને તેના માટે જે કાંઈ કરવાનુઁ આવશે તે વાણોટ ને જામીન રાખીને કહું છું અમે તેના માટે પ્રયત્નો કરશું તેમ જણાવી ને સૌને 92 ટકા મતદાન થાય તેમાટે અપીલ કરી હતી. બે મશીનમાં કમળ ની બાજુનું બટન દબાવવાનું છે.

વાણોટ પવનભાઈ શિયાળ નું પ્રવચન
પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળે તેમના પ્રવચન માં જણાવ્યું હતું કે, આવનારા દિવસો માં મતદાન કરવાનું છે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખાસ આપણા માટે લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખભાઇ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા ને આપણા માટે મોકલ્યા છે, જે પોરબંદરનો સારો વિકાસ કરી શકશે. આપણી માંગણી અને લાગણી હતી તે પ્રમાણે આપણા ઘણા કામ વર્ષો થી પેન્ડિંગ પડ્યા હતા .

જેમાંથી કેટલાક કામો સરળતાથી થઈ ગયા છે અને કેટલાક કામો પ્રોસેસમાં છે, તૂટેલી જેટીનું કામ પ્રોસેસમાં છે, ઓબીએમ સબસીડી પાસ થઇ ગઈ છે વગેરે તે ઉપરાંત આપણી અપેક્ષા છે કે, પાકિસ્તાને પકડેલ માછીમારો માટે યોજના જાહેર થાય તેમજ દરિયાનો સદુપયોગ કરી ટુરિઝમ ક્ષેત્રે વિકસાવી ખારવા સમાજ ના ભાઈઓ માટે રોજગારીનું નિર્માણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે વગેરે પ્રશ્નો ના ઉકેલ માટે આ બન્ને ઉમેદવારો સમક્ષ આપણી અપેક્ષા છે, ત્યારે આપણા સમાજનું બંને ઉમેદવારને સમર્થન છે, સૌ ને વિનંતી કે આ બંને ઉમેદવારો ને મત આપવાનું ચૂકાઈ ન જાય અને આપણા વિસ્તારનું 100 ટકા મતદાન થાય તેવી આશા અને અપેક્ષા છે.

માછીમારો એ તેમની સમસ્યાઓ ના ઉકેલ માટે રજુઆત
ખારવા સમાજના યોજાયેલા આ સંમેલન માં માછીમારો એ તેમની સમસ્યાઓ ના ઉકેલ માટે રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે, સરકાર પાસે અમારા સમાજ ની કેટલીક અપેક્ષાઓ છે જેમાં હાલમાં જે ફિશીંગ થઇ રહી છે તેમાં લાઈન ફિશિંગ, લાઈટ ફિશિંગ, પેરા ફિશિંગ, જુવેનાઇલ ફિશિંગ જેવી કે અમુક નાની માછલીઓ નું અમુક ફિશરમેનો ફિશિંગ કરતા હોય તેના ભાગરૂપે ફિશિંગ એક્ટ માં સુધારો કરી, કાયદો બનાવી, શિક્ષાત્મક જોગવાઈ કરવામાં આવે તેવી માંગ છે, તેમજ ખારવા સમાજ માટે વિશેષ વસાહત ની તાત્કાલિક જરૂર છે.

જેતપુર વેસ્ટ વોટર ને પોરબંદર ના દરિયામાં છોડવામાં આવનાર છે પ્રોજેક્ટ ને રદ કરવો, ગોસાબારા ગામે દરિયાઇપટ્ટી ઉપર અમુક માછીમારો દ્વારા ગેરકાયદેસર માછીમારી વસાહતો ઉભી માછીમારી કરી રહ્યા છે તે તાત્કાલિક ધોરણે રદ કરવી, સાથે પોરબંદરના બંદરમાં પાયાની સુવિધાઓ નો અભાવ છે લાઈટો, ફાયરસેફટી, શૌચાલય, મેડિકલ જેવી સુવિધાઓ ઉભી કરવી તે અમારી અપેક્ષા છે, સાથે અસ્માવતીઘાટ પાસેની મુખ્ય ચેનલ છે તેમાં રેતીનો ભરાવો થતો હોય કાયમી ધોરણે ડ્રેજીંગ કરવું જરૂરી છે.

રણછોડભાઈ શિયાળ નું પ્રવચન
પોરબંદર વિસ્તારની ધારાસભા અને લોકસભા બંને ઉમેદવારો ને ખુલ્લો ટેકો આપ્યો છે ત્યારે આપણે એક જ નક્કી કરવાનું છે કે, 7 મે ના રોજ કમળ નું બટન દબાવવાનું છે, વિશ્વાસઘાત કરવાનો નથી, કમળ ને માટે દેવાનો છે એટલે દેવાનો છે તેમાં બેમત નથી. વડાપ્રધાન દ્વારા દેશમાટે અને ગરીબ પ્રજા માટે ખુબ કામ કર્યું છે ત્યારે કમળ ને મત આપી દિલ્હી અને ગાંધીનગર કમળ મોકલવાનું છે, આજે આપણે જોઈએ છે કે ચાઈના અને પાકિસ્તાન સાવ શાંત પડી ગયું છે તે વડાપ્રધાન ને આભારી છે. આપણે 7 તારીખે ખાસ ભાજપ તરફી મતદાન કરવાનું છે. મતપેટી ખુલે ત્યારે બંને પેટીમાંથી આપણા વિસ્તારના બધા મત ભાજપ ને મળવા જોઈએ.

ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જમ્મુકાશ્મીર ના પ્રભારી વેલજીભાઇ મસાણી એ પણ પ્રાસંગિક પ્રવચન કરી ને પોરબંદર લોકસભા અને વિધાનસભા ના બંને ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી તેમજ પોરબંદર ભાજપ ના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી એ પણ પ્રાસંગિક પ્રવચન કરીને ભાજપ તરફી જંગી મતદાન માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર છાંયા નગરપાલીકા ના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહીત ભાજપ ના અગ્રણીઓ અને ખારવા સમાજના પંચ-પટેલો, ટ્રસ્ટીઓ સહીત આગેવાનો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખારવાસમાજના યુવક-યુવતીઓ એ પરંપરાગત પહેવેશ માં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફીટનેશ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *