138th Organ Donation At Civil Hospital

138th Organ Donation At Civil Hospital: શરદભાઈ ઠક્કરના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન

138th Organ Donation At Civil Hospital: અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં અંગોને પ્રત્યારોપણ કરાશે

  • અકસ્માતમાં બ્રેઇનડેડ થયેલ શરદભાઇ ઠક્કરનું તેમના દિકરી અને પત્નીએ અંગદાન કરીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું
  • અંગદાનના સેવાયજ્ઞને જનસેવાનું કાર્ય બનાવવા બદલ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ તમામ અંગદાતા પરિવારજનો, સરકાર, સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ મીડિયા પ્રત્યે એ કૃતજ્ઞતા વ્યક્ત કરી

અમદાવાદ, 28 નવેમ્બરઃ 138th Organ Donation At Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૮માં અંગદાનની ક્ષણો ભાવુક બની રહી. અમદાવાદના ઘોડાસરમાં રહેતા અને સરખેજમાં ટ્રાન્સપોર્ટનું કામ કરતા ૫૨ વર્ષના શરદભાઈ ઠક્કરને કલોલ ચોકડી ખાતે ટેમ્પા ઉપરથી પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. પરિણામે સઘન સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રથમ કલોલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 26 નવેમ્બરે સાંજે ૫ વાગ્યે લઇ જવામાં આવ્યા.

સારવાર દરમ્યાન 27 નવેમ્બરના રોજ ફરજ પરના ડોક્ટરોએ શરદભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા. શરદભાઈને પરિવારમાં પત્ની હેતલબેન અને ૧૦ માં ધોરણમાં ભણતી એક દીકરી જ હોવાથી તેમની પત્નીને સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવા કાર્ય સાથે સંકળાયેલા ડૉકટરોની ટીમે સમજાવતા માતા-દિકરીએ પરોપકાર ભાવ સાથે હ્રદયપૂર્વક અંગદાનનો નિર્ણય કર્યો.

માતા-દિકરીના અંગદાનના આ નિર્ણયથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે જેને સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં માત્ર ત્રણ વર્ષના ગાળામાં ૧૩૮ અંગદાન થકી કુલ ૪૪૩ અંગોનું દાન મળ્યું જેના થકી ૪૨૬ લોકોને નવજીવન બક્ષવાનું ઉમદા કાર્ય કરવામાં સફળતા મળી છે.

અંગદાતા પરિવારજનો, સરકાર, સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ મીડિયાના સહિયારા પ્રયાસો અંગદાનની આ મુહિમ આજે જન આંદોલનમાં પરિણમી છે તે બદલ ડૉ. જોષીએ સર્વે લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો… Voter Reform List: ડિસેમ્બરમાં આ દિવસે મતદારયાદીમાં નામ નોંધાવવાની તક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો