Death

17 Year old girl suffered a heart attack: હાર્ટ એટેકનો ભોગ બની 17 વર્ષીય વિદ્યાર્થી, જાણો ક્યાંની છે ઘટના…

17 Year old girl suffered a heart attack: નવસારી જિલ્લામાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું

અમદાવાદ, 27 જૂનઃ 17 Year old girl suffered a heart attack: હાર્ટએટેકથી મોત થવાની ઘટના જાણે સામાન્ય થઈ હોય તેમ લોકોને હાર્ટએટેક આવી રહ્યા છે. પહેલા સિનિયર સિટીઝનમાં આ પ્રકારે હાર્ટેએટેકની સમસ્યા જોવા મળતી હતી ત્યાર બાદ યુવાનો અને હવે તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હાર્ટએટેક આવી રહ્યા છે. આ પ્રકારની એક ઘટના ગુજરાતના નવસારીમાં સામે આવી છે.

અહીં નવસારી જિલ્લાના પરતાપોર ગામમાં એબી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં તનિષા ગાંધી નામની વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. સવારે 10 વાગ્યે તનિષા પોતાની ફ્રેન્ડ સાથે સ્કૂલની સિડીઓ ચડી રહી હતી એ દરમિયાન જ તેની તબિયત લથડી હતી.

ત્યારે તત્કાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ એ પહેલા જ વિદ્યાર્થિની બચી શકી નહોતી. વિદ્યાર્થિનીના મોતથી પરિવારજનો પણ શોકમાં મુકાયા છે. ત્યારે લોકોમાં પણ હવે હાર્ટએટેકની વધી રહેલી ઘટનાઓથી ડર પેઠો છે.

આ પણ વાંચો… IMD Monsoon Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી પડી શકે છે ધોધમાર વરસાદ, જુઓ યાદી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો