4 Boys drowned

7 death in one day: ગુજરાતમાં એક દિવસમાં 7 લોકોના મોત, વાંચો ક્યા કઇ ઘટના બની?

7 death in one day: નદીના પાણીમાં તાણતા બે શખ્સો લાપતા થયા છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે

અમદાવાદ, 25 ઓગષ્ટઃ 7 death in one day: ગુજરાતમાં અલગ-અલગ ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા છે. જેમાં માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. તો બીજી તરફ નદીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ જતા ચાલકનું મોત થયું છે. આ ઉપરાંત વડોદરાના સેવાસી ગામમાં ચોર સમજી પકડેલા ઈસમનું પોલસ સ્ટેશનમાં મોત થયું છે. જ્યારે નદીના પાણીમાં તાણતા બે શખ્સો લાપતા થયા છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ રાજ્યમાં ક્યાં ક્યાં સર્જાઈ મોતની દુ:ખદ ઘટનાઓ…

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. ટ્રકની ટક્કરના કારણે એક્ટિવામાં સવાર માતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પુત્રને સ્કૂલથી લઈ માતા ઘરે જઈ રહી હતી તે સમયે ટ્રકે ટક્કર મારતા ઘટના બની હતી. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસમોટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાના મહેમદાવાદ તાલુકા શત્રુંડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાઇક પર દંપતીને અક્સ્માત નડ્યો છે. ધટના સ્થળે બે વ્યક્તિઓના મોત થયા જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અક્સ્માતમાં બાળક અને માતાનું ધટના સ્થળે મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ Mumbai police arrested the accused: બોમ્બથી ઉડાવાની ધમકી બાદ મુંબઇ પોલીસ ગુજરાત આવી, 2 આરોપીની કરી ધરપકડ- વાંચો વિગત

વડોદરાના ડભોઇ ફરતીકુઈ ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બાઇક અને હાઈવા વરચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1 વ્યક્તિનું નીપજ્યું મોત જ્યારે એકની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે. અકસ્માતને પગલે 2 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. વડોદરાના સેવાસી ગામમાં ચોર સમજી પકડેલા ઈસમનું પોલસ સ્ટેશનમાં મોત થયું છે. ગામ લોકોએ પકડીને પોલીસને સોંપેલા શિનોરના દામાપુરા ગામના ભૂપેન્દ્ર સોલંકીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. રાત્રે ત્રણ વાગ્યે પોલીસ ભૂપેન્દ્ર સોલંકીને પોલીસ સ્ટેશન લાવી હતી. શું મૃતકનું ગ્રામજનોએ માર મારતાં મોત થયું તેવા સવાલ ઉઠ્યા છે. મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. ડી.વાય.એસપી પી આર પટેલે જણાવ્યું હતું કે મૃતકને ખેંચ આવતા પડી જવાથી મોત નિપજ્યું છે. પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે. મૃતકના શરીર પર ઇજાના નિશાન મળ્યા છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગંગાપુર ગામ નજીક કોઝવે પરથી એક્ટિવા સાથે બે યુવકો તણાયા હોવાનું સામે આવ્યું છે. જોકે એકનો બચાવ એક યુવાન લાપતા છે. પાણીમાં તણાઈ ગયેલો યુવક અને તેનો મિત્ર મહેસાણાથી ધિણોજ જઈ રહ્યા હતા. ઘટનાને પગલે NDRF ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. લાપત્તા થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે પોહચ્યા છે. ધિણોજ ગામમાં રહેતા ભાવેશ રાઠોડ અને તેનો મિત્ર બ્રિજેશ વ્યાસ તણાયો હતો. બ્રિજેશ તો જેમતેમ કરી બહાર નીકળવામાં સફળ રહ્યો પરંતુ ભાવેશ રાઠોડ નામનો યુવાન એક્ટિવા સાથે તણાઈ ગયો છે.

સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિજયનગરના હરણાવ નદીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ જતા ચાલકનું મોત થયું છે. સરસવ નજીક હરણાવ નદીમાં કાર ચાલકનો મૃતદેહ મળ્યો. હરણાવ નદીના પ્રવાહમાં કાર સાથે ચાલક તણાયો હતો. તો બીજી તરફ વડાલીના નાદરી પાસેના ચેકડેમમાં યુવાન ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. ઇડર અને વડાલી ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે. બંને બનાવ ગઈ કાલે સાંજે બન્યા છે.

આ પણ વાંચોઃ AMC was ordered by the High Court: હાઈકોર્ટે AMCને આદેશ આપતા કહ્યું- 72 કલાકમાં શહેરમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો

Gujarati banner 01