Bilkis Bano Case

Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલી

Bilkis Bano Case: દોષિતો બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર અને પરિવારના 7 લોકોની હત્યાના મામલામાં 15 વર્ષથી જેલમાં હતા

અમદાવાદ, 25 ઓગષ્ટઃ Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને રેવતી લાલે આ મામલે 11 દોષિતોને મુક્ત કરવા ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. 

બિલકીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, એવુ તો શુ થયું કે રાતોરાત દોષિતોને છોડવાનો ફેંસલો કરાયો. સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિની વિરુદ્ધ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.

આ પણ વાંચોઃ 7 death in one day: ગુજરાતમાં એક દિવસમાં 7 લોકોના મોત, વાંચો ક્યા કઇ ઘટના બની?

અરજી કરનારાઓનું કહેવું છે કે, આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈએ કરી હતી. તેથી ગુજરાત સરકાર દોષિતોની સજામાં છૂટનો એકતરફી નિર્ણય નથી કરી શક્તી. ક્રિમિનલ પ્રોસિજર કોડના સેક્શન 435 અંતર્ગત રાજ્ય સરકાર માટે તે વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી સલાહ લેવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, 2008 માં સીબીઆઈની વિશેષ અદાલતે 13 માંથી 11 આરોપીઓને દોષિત જણાવીને ઉંમરકેદની સજા સંભળાવી હતી. 2017 માં બોમ્બે હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ડના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે 11 દોષિત નિર્દોષ છૂટ્યા છે. આ દોષિતો બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર અને પરિવારના 7 લોકોની હત્યાના મામલામાં 15 વર્ષથી જેલમાં હતા. 

આ પણ વાંચોઃ Mumbai police arrested the accused: બોમ્બથી ઉડાવાની ધમકી બાદ મુંબઇ પોલીસ ગુજરાત આવી, 2 આરોપીની કરી ધરપકડ- વાંચો વિગત

Gujarati banner 01