accident

Accident on Limbdi-Ahmedabad highway: લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

Accident on Limbdi-Ahmedabad highway: પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ઘટનાસ્થળેથી નાસી છૂટેલા આઇસર ચાલકને ઝબ્બે કરવા સાથેની વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર, 11 માર્ચ: Accident on Limbdi-Ahmedabad highway: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં જાખણ ગામના પાટિયા પાસે આઇશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. જેમાં અસંખ્ય લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં આ ગોઝારા અકસ્માત બાદ આઇસર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ થયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે અને બાદમાં લીંબડી સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા.

Advertisement
Accident on Limbdi-Ahmedabad highway 2 death

લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આઇશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ઘટનાસ્થળેથી નાસી છૂટેલા આઇસર ચાલકને ઝબ્બે કરવા સાથેની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ હોસ્પિટલે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી જતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો:-Shanivar no rashifal: જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા વરસશે આજે, વાંચો તમારું રાશિફળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement